પોરબંદરમાં પાલિકાએ વધુ ત્રણ મિલ્કતોને માર્યા સીલ

  • November 22, 2024 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નગરપાલિકાના તંત્રએ વેરા વસુલાત ઝૂંબેશને ઉગ્ર બનાવી છે ત્યારે વધુ ત્રણ જેટલી મિલ્કતોને સીલ કરી નાખી છે. જ્યારે અમુક આસામીઓએ રોકડા ‚પિયા ભરી દીધા હોવાથી તેમની મિલ્કતોને સીલ લાગતા અટકયા હતા. 
પોરબંદર નગરપાલિકાના  ચીફ ઓફિસર મનન ચતુર્વેદીની સુચનાથી હાઉસ ટેકસ ઇન્સપેકટર વિપુલભાઇ ભટ્ટ અને તેમની ટીમ કોઇની શેહશરમ રાખ્યા વગર અનેક મિલ્કતો સીલ મારવાની કામગીરી કરી રહી છે ત્યારે ગુરુવારે સાંજે પોરબંદરના અશોક વસ્ત્ર ભંડાર સામે આવેલ ચાર મિલ્કતોને સીલ મારવા માટેની કામગીરી હાથ ધરવા માટે ટીમ ગઇ હતી જેમાં એક આસામીએ ૨૬ હજાર ‚પિયા રોકડા ભરી દીધા હતા જ્યારે અન્ય ત્રણ મિલ્કતોને સીલ લાગી ગયુ હતુ. ત્યારબાદ હાઉસટેકસ ઇન્સપેકટર વિપુલભાઇ ભટ્ટ, કમલેશભાઇ અમલાણી, દેવ નિમાવત, સુનિલ રામદતી, હરીશ જુંગી અને કેતન હરિયાણીની ટીમે રેલ્વેસ્ટેશન રોડ પર ત્રણ દુકાન અને એક રેસીડેન્ટ સાથેની એક જ માલિકની મિલ્કતનો ૬૦ હજાર ‚પિયાનો વેરો બાકી હોવાથી વસુલવા માટે ગયા હતા. અંદાજે ત્રણ વર્ષનો વેરો બાકી હતો જેનું ચેકથી તાત્કાલિક ચુકવણુ કરી દેવામાં આવ્યુ હતુ. ભાવેશ્ર્વર મંદિર સામે એક દુકાનમાં આવતીકાલે વેરો ભરવાની ખાત્રી અપાતા હાલ પૂરતુ તાળુ મારી દેવામાં આવ્યુ હતુ. 
આમ પોરબંદર નગરપાલિકાના તંત્ર દ્વારા વેરા વસુલાતની ઝૂંબેશ ઉગ્ર બનીને આગળ વધારવામાં આવી છે તથા અનેક મિલ્કતોને સીલ કરવાની કામગીરી આગળ ધપી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application