મહાપાલિકાએ ફિફ્ટી ફટકારી; સ્થાપનાને રવિવારે 50 વર્ષ પૂર્ણ

  • November 17, 2023 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટને મહાનગરનો દરજ્જો મળ્યાને આગામી તા.19ને રવિવારે 50 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા હોય તા.19થી 21 દરમિયાન સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાની આજરોજ ખુલતી કચેરીએ મ્યુનિ.પદાધિકારીઓએ જાહેરાત કરી હતી.વિશેષમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિસિપાલિટીમાંથી મહાનગરપાલિકા તરીકે તા.19-11-1973ના રોજ સ્થાપ્ના કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપ્નાની 50 મી વર્ષગાંઠ નિમિતે તા.19મી નવેમ્બરથી તા.21મી નવેમ્બર દરમ્યાન ત્રિ-દિવસીય વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે. મહાપાલિકા દ્વારા સ્થાપ્નાની 50મી વર્ષગાંઠ નિમિતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહુર્તના વિકાસ કામો ઉપરાંત વિવિધ કાર્યક્રમો જેવા કે, સાંસ્કૃતિક કાર્યક્રમ, જનજાગૃતિ રેલી, સફાઈ ઝુંબેશ, વૃક્ષારોપણ, વિધાનસભા વાઈઝ હેલ્થ અને વેલનેસ સેન્ટરનો શુભારંભ વગેરેનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમો મારફત શહેરની પ્રાથમિક સુવિધામાં વધારો થશે, વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશ મારફત પ્રદૂષણ અને ગંદકીમાં ઘટાડો થશે, હેલ્થ અને વેલનેસ સેન્ટર મારફત લોકોની આરોગ્યલક્ષી સેવામાં વધારો થશે અને મોટી એલ.ઈ.ડી.સ્ક્રીન મારફત આઈ.સી.સી. વર્લ્ડ કપની ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ થવાથી લોકોને મનોરંજન મળી રહેશે.

તા.21ને મંગળવારે મહા સફાઇ ઝુંબેશ, ન્યારી ડેમ સાઇટે સઘન વૃક્ષારોપણ, ખાતમુહૂર્ત-લોકાર્પણ
તા.21ને મંગળવારે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહુર્ત જેમાં 50મી વર્ષગાંઠ નિમિતે કુલ 50 કામોના ખાતમુહુર્ત-લોકાર્પણ કરવામાં આવશે.આ લોકાર્પણ-ખાતમુહુર્ત કાર્યક્રમ લગત વોર્ડ વિસ્તારમાં કરવામાં આવનાર છે.

તા.19 નવેમ્બરે રેલી, કોઠારીયા રોડ, મવડી, વાવડીને લક્ષ્મીનગરમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો પ્રારંભ
મહાપાલિકા દ્વારા તા.19 નવેમ્બરને રવિવારે સ્થાપ્ના દિવસે ફાયરબ્રિગેડ વિભાગની ક્ષમતા, સુસજ્જતા દશર્વિતી જનજાગૃતિ રેલી (કાલાવડ રોડ ફાયર સ્ટેશન, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક પાસે), શ્રીમતિ ઇન્દિરા ગાંધીની પ્રતિમા પુષ્પાંજલી (ઇન્દિરા સર્કલ, 150 ફુટ રીંગ રોડ), મહારાણી લક્ષ્મીબાઈની પ્રતિમા પુષ્પાંજલી (મહિલા કોલેજ ચોક અન્ડરબ્રિજ), વિધાનસભા વિસ્તાર વાઈઝ હેલ્થ અને વેલનેસ સેન્ટર શુભારંભ, આયુષ્માન ભારત- અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જેમાં પ્રથમ તબક્કામાં નીચે મુજબના ચાર સ્થળોએ હેલ્થ અને વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવનાર છે તેમાં ( 1) વિધાનસભા-68 ન્યુ સાગર સોસાયટી, બજરંગ કૃપા, ન્યુ સાગર સોસાયટી  5, કોઠારિયા રોડ, મારુતિનંદન (વોર્ડ નં.16), (2) વિધાનસભા-69 લક્ષ્મીનગર, લક્ષ્મીનગર મેઈન રોડ, શેરી નં.6(એ) ના ખૂણા પાસે, આત્મન ડેન્ટલ કલીનીકની બાજુમાં (વોર્ડ નં. 8) (3) વિધાનસભા-70 નવલનગર 03, વાછરાદાદાના મંદિરની બાજુમાં, નિધિ ક્લિનિકની બાજુમાં, નવલનગર (વોર્ડ નં.13) (4) વિધાનસભા-71 વાવડી ગામ, શેરી નં. 3, વોર્ડ ઓફીસવાળી શેરી, વાવડી (વોર્ડ નં.12) સહિતનો સમાવેશ થાય છે.

તા.20ને સોમવારે ટેલેન્ટ હન્ટ અને સ્પોટ્ર્સ હન્ટ પ્રોગ્રામ અંતર્ગત પસંદગી પત્ર એનાયત કરાશે

ટેલેન્ટ હન્ટ એકેડેમીના બાળકોને પસંદગીપત્ર એનાયત, કિટ વિતરણ તથા બસ પાસ રજીસ્ટ્રેશન કેમ્પ ( વીર સાવરકર ઇન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષ) યોજાશે.ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ 2023માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ ખાતે આશરે 30,000 થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે.આ વિધાર્થીઓમાં રમતગમત પ્રત્યે ખુબજ અનેરો ઉત્સાહ જોવા મળે છે. તેમજ ભવિષ્યના સારા સ્પોર્ટસ પર્સન બનવાનો અવકાશ પણ રહેલો છે. પરંતુ તેઓની આર્થિક મયર્દિાને લીધે તેઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધી શકતા નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ સંકુલ ખાતે વૈશ્વિક કક્ષાની રમતગમત સુવિધાઓનું નિમર્ણિ કરવામાં આવેલ છે. આ તમામ રમતગમત સુવિધાઓ ખાતે વિવિધ સ્પોર્ટસ એકેડમી ચાલી રહી છે. જેમાં શહેરના નામાંકિત કોચ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના વિધાર્થીઓ પૈકી પોટેન્શિયલ ધરાવતા વિધાર્થીઓનું સીલેકશન કરી,એકેડમીના કોચીસ દ્વારા તેઓએ તાલીમ આપવામાં આવે તો ખુબજ સારા ખેલાડીઓ તૈયાર થઇ શકે તેમ છે.આ ખેલાડીઓ ભવિષ્યમાં રાજકોટનું રાજય, દેશ તથા વૈશ્વિક કક્ષાએ પ્રતિનિધિત્વ કરે તેથી હવે તે સંભવ બનશે. રાજકોટ મહાપાલિકા સ્પોર્ટસ વિભાગ દ્વારા ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ 2023 ઘડવામાં આવેલ છે જેમાં ફુટબોલ, હોકી, બેડમિન્ટન, ક્રિકેટ, એથ્લેટીકસ, સ્વીમીંગ, બાસ્કેટ બોલ, વોલીબોલના રમતવીરોનો સમાવેશ થશે. તદ્દઉપરાંત દિવાળી ઉત્સવ અંતર્ગત યોજાયેલ રંગોળી સ્પધર્નિા વિજેતાઓને પુરસ્કાર વિતરણ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application