ગાંધીજીના ગામ પોરબંદરમાં વધતી જતી ગંદકી પાછળ નગરપાલિકાના તંત્ર કરતા શહેરીજનો વધુ જવાબદાર છે અને તેથી જ હાલમાં દિવાળીના તહેવારમાં તગડી કમાણી કરતા બંગડી બજારના વેપારીઓ રાત્રિના સમયે દુકાન બંધ કરે ત્યારે કચરો રોડ ઉપર ફેકી દે છે. સવારે ડોર-ટુ-ડોર કચરો લેવા આવતા વાહનમાં કચરો આપતા નથી તેથી નગરપાલિકાનુ તંત્ર તેમની સામે લાલઘુમ બન્યુ છે અને વેપારીઓ નહી સુધરે તો કડક કાર્યવાહી માટેની પણ તૈયારી બતાવવામાં આવી છે.
પોરબંદર-છાંયા નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટી તેમજ પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટીએ પોરબંદરને સ્વરછ બનાવવા માટેની નેમ લીધી છે,રાત દિવસ જોયા વગર મહેનત કરી રહ્યા છે,ત્યારે પોરબંદર વિસ્તારના બંગડી બજારના વેપારીઓ દ્વારા જ્યાં ત્યાં કચરો ફેંકતા જોવા મળે છે,તો તમામ વેપારીઓને પણ સફાઈ કામગીરીમાં નગરપાલિકાને સાથ સહકાર આપે તેમજ રાત્રે ભેગો થાય તે કચરો સવારે આવતી કચરાની ગાડીમાં નાખે તેવી અપીલ કરવામાં આવી છે બાપુના પોરબંદર ને સ્વચ્છ બનાવવા સમગ્ર પોરબંદરવાસી સાથ સહકાર આપે તેવી અપીલ પોરબંદર-છાંયા નગરપાલિકાના સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટી તેમજ પુર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી દ્વારા કરવામાં આવી છે.આમ છતા વેપારીઓ જાહેરમાં જ કચરો ફેકી રહ્યા છે ત્યારે લાખાભાઇ ખુંટીએ જણાવ્યુ હતુ કે જો વેપારીઓ સમયસર નહી જાગે તો નાછૂટકે નોટીસ મોકલવા સહિત દંડની કાર્યવાહી પણ અમારે કરવી પડશે. તેથી કચરો લેવા આવતા વાહનમાં જ કચરો આપે અને રોડ ઉપર જાહેરમાં ના ફેકે તેવી ખાસ અપીલ છે તેમ ઉમેર્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech