દુનિયાના સૌથી મોંઘા ચોખા, 1 કિલોનો ભાવ આટલો કે  7 લોકોના એક મહિનાનું રાશન આવી જશે

  • September 27, 2024 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણા ભારતીયોના દૈનિક આહારનો મહત્વનો ભાગ ચોખા અને ઘઉંમાંથી બને છે. ભારતીયો આ અનાજને તેમના આહારમાં કાર્બોહાઈડ્રેટ તરીકે સમાવે છે. આ જ કારણ છે કે બજારમાં વિવિધ રેન્જના ચોખા અને ઘઉં ઉપલબ્ધ છે. ત્યાંથી આપણે આપણા બજેટ અને જરૂરિયાત મુજબ અનાજ પસંદ કરીએ છીએ.


સામાન્ય રીતે સારા અને પ્રીમિયમ ગુણવત્તાવાળા ચોખાની કિંમત 100-200 રૂપિયા પ્રતિ કિલો હોય શકે છે. જાણો ચોખાની એક એવી વેરાયટી વિશે જે સામાન્ય કિંમત કરતા 100 ગણી કિંમતે વેચાય છે. આ ચોખા ન તો આપણા દેશમાં ઉત્પન્ન થાય છે અને ન તો તે સરળતાથી ઉપલબ્ધ છે. કારણકે તે કૃષિમાં અદ્યતન દેશ જાપાનમાં ઉગાડવામાં આવે છે.


રિપોર્ટ અનુસાર, કિન્મેમાઈ પ્રીમિયમ નામના જાપાની ચોખા વિશ્વના સૌથી મોંઘા ચોખા છે. તેની કિંમતના કારણે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. ચોખામાં પુષ્કળ પોષણ હોય છે, પરંતુ કિનમેઈ પ્રીમિયમ ચોખા રોગપ્રતિકારક શક્તિ વધારવાનો દાવો કરે છે. આ જાપાની ચોખાની કુલ 5 જાતો 17 વર્ષ પહેલા વિકસાવવામાં આવી હતી. તેનો સ્વાદ નટ્સ જેવો છે અને તેનું પોલિશિંગ એટલું સરસ છે કે તે હીરાના નાના ટુકડા જેવા લાગે છે.


એવો દાવો કરવામાં આવે છે કે આ ચોખામાં 6 ગણા વધુ એલપીએસ છે, જે કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં સામાન્ય ચોખા કરતાં 1.8 ગણું વધુ ફાઇબર અને 7 ગણું વધુ વિટામિન B1 હોય છે. રાંધતા પહેલા તેને ધોવાની જરૂર નથી અને તે ખાવામાં હળવા મીઠાં અને સુગંધિત હોય છે. તેની કિંમતની વાત કરીએ તો વર્ષ 2016માં આ ચોખાની કિંમત 9,123 રૂપિયા પ્રતિ કિલો હતી. આ સમયે તેને વિશ્વના શ્રેષ્ઠ ચોખા જાહેર કરવામાં આવ્યા હતા, જોકે હવે તેની કિંમત 10 હજાર રૂપિયાથી વધુ થઈ ગઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application