દક્ષિણ કેલિફોર્નિયા માટે 2025 ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. રાજ્યનું લોસ એન્જલસ શહેર ઇતિહાસની સૌથી વિનાશક આગથી સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે. લોસ એન્જલસ શહેર ઘણા અઠવાડિયા સુધી સળગતું રહ્યું. હવે ફાયર એજન્સી કેલ ફાયરે દાવો કર્યો છે કે આ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. આ આગમાં લગભગ 30 લોકોના મોત થયા છે.
દક્ષિણ કેલિફોર્નિયા શહેર લોસ એન્જલસમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. શુક્રવારે રાજ્યની ફાયર એજન્સી કૈલ ફાયર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. કેલ ફાયરે શુક્રવારે તેની વેબસાઇટ પર આંકડા અપડેટ કર્યા, જેમાં કહેવામાં આવ્યું કે બંને આગ 100 ટકા કાબુમાં આવી ગઈ છે.
ઇતિહાસની સૌથી વિનાશક આગ પર કાબુ મેળવાયો
શુક્રવારે લોસ એન્જલસના જંગલોમાં લાગેલી ભીષણ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહી હતી. જેમાં લગભગ 30 લોકો માર્યા ગયા અને હજારો લોકો વિસ્થાપિત થયા.
તમને જણાવી દઈએ કે દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસ કાઉન્ટીમાં પેલિસેડ્સ અને ઇટનમાં લાગેલી આગ અમેરિકાના બીજા સૌથી મોટા શહેરના ઇતિહાસમાં સૌથી વિનાશક હતી. આગમાં 37,000 એકર (150 ચોરસ કિલોમીટર) થી વધુ જમીન અને 10,000 થી વધુ ઘરોનો નાશ થયો. સેંકડો અબજો ડોલરનું નુકસાન થયું.
રાજ્યની ફાયર એજન્સી કૈલ ફાયરે શુક્રવારે તેની વેબસાઇટ પર આંકડા અપડેટ કર્યા હતા જે દર્શાવે છે કે બંને આગ 100 ટકા કાબુમાં આવી ગઈ છે, જેનો અર્થ એ થાય કે તેમની પરિમિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech