બેંકમાં મુકેલા નાણા ભૂલી તો નથી ગયા ને? ઉદગમ જુઓ

  • August 19, 2023 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘણી વખત લોકો પોતાના પૈસા બેંકમાં જમા કરાવ્યા પછી ભૂલી જાય છે અથવા તેમના પરિવારના સભ્યોને તેની જાણ થતી નથી. આવી સ્થિતિમાં પરિવારને કયારેય ખબર નથી પડતી કે તેમના પૈસા બેંકમાં જમા છે અને અંતે આ પૈસાનો કલેમ કે દાવો કરવામાં આવતો નથી. એટલા માટે હવે ભારતીય રિઝર્વ બેંક દ્રારા દાવો ન કરાયેલી રકમને લઈને એક મોટી માહિતી આપવામાં આવી છે. વાત એમ છે કે એક કેન્દ્રિય વેબ પોર્ટલ ઉદગમ શ કરવામાં આવ્યું છે. જેની મદદથી ગ્રાહકો એક જ જગ્યાએ તમામ બેંકોમાં તેમની દાવા વગરની થાપણો વિશે માહિતી મેળવી શકશે. આ પોર્ટલ દ્રારા ગ્રાહકો જાણી શકશે કે શું એવી કોઈ ડિપોઝિટ છે કે જેના વિશે તેઓ જાણતા નથી.

દેશની વિવિધ બેંકોમાં કરોડોની એવી રકમ જમા છે જેનો કોઈ દાવેદાર નથી. આ દાવા વગરની થાપણોને શોધી કાઢવા માટે ભારતીય રિઝર્વ બેંકે ઉદગમ નામનું કેન્દ્રિય વેબ પોર્ટલ શ કયુ છે. આ પોર્ટલ વિશે માહિતી આપતા રાયપાલ શકિતકાંત દાસે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. આ સાથે આરબીઆઈએ ગ્રાહકોને વિનંતી કરી છે કે તેઓ આ પ્લેટફોર્મ દ્રારા બેંકોમાં પડેલા તેમના દાવા વગરના નાણા શોધી કાઢે અને તેને કલેમ કરી લે. આરબીઆઈનું કહેવું છે કે બેંકોમાં આવી થાપણોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે જેનો કોઈ દાવો કરતું નથી. એટલા માટે લોકોમાં આ જાગૃતિ વધારવી જરી છે જેથી તેઓને તેમના હકના પૈસા મળી શકે. એવું જોવા મળે છે કે લોકો નાના શહેરોથી મોટા શહેરોમાં નોકરી કરવા જાય છે અને ત્યાં તેમના બેંક ખાતા ખોલીને પૈસા જમા કરે છે. તે તેના પરિવારના સભ્યોને આ માહિતી આપતો નથી. પછી તેમના મૃત્યુ પછી આ જમાત વિશે કોઈ જાણતું નથી. આ પોર્ટલની મદદથી, ગ્રાહકો તેમની દાવા વગરની થાપણોખાતાઓ વિશે જાણી શકશે અને તે મેળવવા માટે યોગ્ય પગલાં લઈ શકશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application