લોકશાહીના અવસર સમાન લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે ૭૧ - રાજકોટ ગ્રામ્ય (અનુસુચિત જાતિ) વિધાનસભા મતદાન વિભાગ અંતર્ગત મુંજકા ગામમાં નવી પ્રાથમિક શાળા ખાતે મતદાન મથક નંબર ૧ને મોડેલ બૂથ અને મતદાન મથક નંબર ૨ને PwD બૂથ તરીકે ઊભાં કરવામાં આવ્યા છે. અહીં મંડપ, સાઈન બોર્ડ, મતકુટીર, મતદાન પ્રક્રિયાની સમજ આપતા બેનર સહીત ચૂંટણી પ્રક્રિયાની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારના માર્ગદર્શનમાં ન્યાય, શાંતિપૂર્ણ અને મુક્ત વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સાથે નાગરિકોમાં મતદાનનો ઉત્સાહ જગાવવા તથા તેમને અનેરો અહેસાસ આપવા મોડેલ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.
અહીં આદર્શ મતદાન મથકમાં ૭૩૮ પુરુષો અને ૭૧૩ સ્ત્રીઓ મળીને કુલ ૧૪૫૧ મતદાતાઓ નોંધાયેલા છે. આ બૂથ 'પાણી બચાવો' થીમ આધારિત તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બેનર અને હોર્ડિંગ થકી મતદાનની સાથે જીવનમાં પાણીની આવશ્યકતા અંગે જાણકારી આપવામાં આવી છે. તેમજ મતદાતાઓને આકર્ષવા સેલ્ફી પોઈન્ટ્સ પણ રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત દિવ્યાંગ મતદાન મથકમાં ૫૧૪ પુરુષો અને ૪૬૮ સ્ત્રીઓ મળીને કુલ ૯૮૨ મતદાતાઓ નોંધાયેલા છે. આ બૂથની વિશેષતા એ છે કે અહીં પ્રિ-સાઈડીંગ ઓફિસર, ત્રણ પોલીંગ ઓફિસર અને પ્યુન શારીરિક દિવ્યાંગતા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે શાળામાં દિવ્યાંગોની સરળતા માટે રેમ્પની સુવિધા પણ ઉપલબ્ધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech