છાત્ર રૂમનો દરવાજો ખુલ્લો રાખી ઉંઘી જતાં મોબાઈલ ચોરાઈ ગયો

  • June 01, 2024 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રેસકોર્સની પાળીએ બેસવા ગયેલા પ્રૌઢનો મોબાઈલ ફોન ગુમ


શહેરના કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો વિદ્યાર્થી રાત્રિના રૂમનો દરવાજો ખુલ્લો રાખી ઉંઘી ગયો હતો. દરમિયાન કોઈ શખસે રાત્રીના ઘરમાં પ્રવેશ કરી રૂ.26,500 ની કિંમતનો મોબાઇલ ચોરી કરી લીધો હતો.


હાલ રાજકોટમાં કાલાવ રોડ પર વૃંદાવન સોસાયટીમાં ભાડાના મકાનમાં મામાના પુત્ર સાથે રહેતો મૂળ વેરાવળના માથાસુરિયા ગામનો વતની અશોક મૂળજીભાઈ મકવાણા(ઉ.વ 22) નામના વિદ્યાર્થીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. ગઈકાલ રાત્રિના મોડે સુધી અભ્યાસ કર્યા બાદ તે રૂમનો દરવાજો ખુલ્લો મૂકી સુઈ ગયો હતો. મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય સવારે ઊંઘ ઉડતા ચાર્જિંગમાં મુકેલો મોબાઈલ ફોન જોવા જતા મોબાઈલ ફોન જોવા મળ્યો ન હતો આ બાબતે મામાના બંને દીકરાઓને પૂછતા તેમણે પણ મોબાઈલ જોયો ન હોય રાત્રિના કોઈ શખસ અહીંથી આ રૂપિયા 26,500 ની કિંમતનો મોબાઇલ ચોરી કરી ગયો હોવાનું માલુમ પડ્યું હતું.જેથી આ ફરિયાદ નોંધાવી છે.


જ્યારે અન્ય એક બનાવમાં એરપોર્ટ રોડ પર સદગુરુ આશીર્વાદ પાર્ક અભિલાષા સોસાયટીમાં રહેતા એડવોકેટ ભરતભાઈ હરસુખભાઈ કુંડલીયાએ  પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના મિત્ર હિરેનભાઈના નામનો મોબાઇલ ફોન તેમના પિતા ઉપયોગ કરતા હતા આ મોબાઈલ ફોન તેમના પિતા રેસકોર્સ પાડીળે બેસવા ગયા હતા ત્યારે અહીં ભૂલી ગયા બાદ પરત આવી જોતા મોબાઈલ ફોન મળ્યો ન હતો જેથી  ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application