શહેરના મવડી કણકોટ રોડ પર સમી સાંજના મોબાઇલની ફ્લેશલાઇટ ચાલુ કરી પગપાળા જઇ રહેલ યુવાન પાસે બાઈકચાલકે આવી હાથમાંથી મોબાઇલ ફોન આંચકી લીધો હતો. જે અંગે યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, મવડી કણકોટ રોડ પર શ્યામલ ઉપવન સોસાયટીની સામે રહેતા રોહિત રાજુભાઈ વડેચા નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તા. 27/3 ના સાંજના આઠેક વાગ્યે આસપાસ અંધારૂ હોય મોબાઈલ ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરી ચાલતા ચાલતા શ્યામલ ઉપવન સોસાયટીની પાછળ આવેલ ખુલ્લા પટમાં બેસવા માટે જતો હતો. ત્યારે વિઠ્ઠલ રાદડિયા ચોકથી થોડે આગળ મવડી ગામ તરફ મવડી કણકોટ રોડ પર પહોંચતા પાછળથી બાઈકમાં આવેલા આ શખસે અચાનક ઝોંટ મારી યુવાનના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને આ શખસ મવડી તરફ જતો રહ્યો હતો. યુવાને બુમાબૂમ કરી હતી પરંતુ કોઈ હાજર ન ન હતું. બાદમાં યુવાન ઘરે ગયો હતો અને આ મામલે ઘરે વાત કર્યા બાદ પોતાની પાસે રહેલ રૂ.21,999 ની કિંમતનો મોબાઇલ ફોન અજાણ્યો શખસ હાથમાંથી ચીલઝડપ કરી લઈ ગયા અંગે આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે તાલુકા પોલીસ તપાસ હાથ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMરાજકોટ મનપામાં ભરતીનો મેસેજ વાયરલ, તંત્ર ધંધે લાગ્યું, છેતરપીંડીનો ભોગ ન બનવા અપીલ
April 21, 2025 05:05 PMરાજકોટમાં વહેલી સવારે છવાઈ ગાઢ ધુમ્મસ
April 21, 2025 05:00 PMરાજકોટની સિવિલ હોસ્પિટલની છે આ હાલત, દર્દીઓ હેરાન
April 21, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech