દેવડા ગામનો ગુમ થયેલો યુવાન ઈશ્ર્વરીયા ગામે વાડી વિસ્તારમાંથી શોધીને પોલીસે તેના પરિવારજનોને સોંપી દીધો છે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્ય સુરજીત મહેડુના સુચના અન્વયે કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.પી.પરમારના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના ગુમ જાણવા જોગ નં-૦૦૧૩/૨૦૨૪ ના કામે ગુમ થનાર કુતિયાણાના દેવડા ગામે વણકરવાસમાં રહેતો પ્રજેશભાઈ નારણભાઇ વાળા (ઉ.વ.૩૫) ગઇ તા.૬.૯.૨૦૨૪ ના રોજ કોઇને કહ્યા વગર જતા રહેલ હોય અને કુતિયાણા પોલીસ સ્ટાફના માણસો કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેટોલીંગમાં હતા તે દરમ્યાન ઇશ્ર્વરીયા ગામે વાડી વિસ્તારમાંથી મળી આવતા તેના પરીવારને સોંપી પ્રશંશનીય કામગીરી કરેલ છે
આ કામગીરી કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.પી.પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એચ.જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ માલદેભાઇ ગીગાભાઇ તથા સલમાન અલીભાઇ વગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech