ગાઝામાં મૃત્યુ પામેલી માતાના પેટમાંથી બાળકીને જન્મ અપાવવાનો ચમત્કાર

  • April 22, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક ચમત્કારિક ઘટનામાં, ડોકટરોએ ઈઝરાયેલી હુમલામાં મૃત્યુ પામેલી મહિલાના ઉદરમાંથી બાળકીને જીવતી બહાર કાઢી હતી. ગાઝા શહેર રફાહ પર ઇઝરાયેલ દ્રારા કરવામાં આવેલા હુમલા દરમિયાન પુત્રી અને પતિ સાથે માર્યા ગયેલા પેલેસ્ટિનિયન મહિલા સબરીન અલ–સકાનીના ગર્ભમાંથી ડોકટરોએ એક બાળકીને જન્મ આપવ્યો હતો. ઈઝરાયેલના આ નૃશશં હત્પમલામાં ૧૯ લોકો મૃત્યુ પામ્યા હતા. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ ઈઝરાયેલના હત્પમલામાં બે ઘરો સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ ગયા હતા જેમાં એક જ પરિવારના લગભગ ૧૩ બાળકો મૃત્યુ પામ્યા હતા.

નવજાત શિશુની દેખભાળ કરી રહેલા ડોકટર મોહમ્મદ સલામાના જણાવ્યા અનુસાર, બાળકનું વજન ૧.૪ કિલો હતું અને તેને ડોકટરોએ ઈમરજન્સી સી–સેકશનમાં ડિલિવરી કરાવી હતી. તેણે ઉમેયુ કે તેણી સ્થિર છે અને ધીમે ધીમે સુધરી રહી છે.બાળકની માતા સબરીન અલ–સકાની ૩૦ અઠવાડિયાની ગર્ભવતી હતી યારે તે હત્પમલામાં માં માર્યા ગયા હતા.

ડોકટરોએ બાળકને રફાહ હોસ્પિટલમાં ઇન્કયુબેટરમાં રાખ્યું હતું અને અને તેની છાતી પર શહીદ સબરીન અલ–સકાનીનું બાળક શબ્દો સાથે ટેપ લગાવી હતી. તેના કાકા રામી અલ–શેખના જણાવ્યા મુજબ, સકાનીની યુવાન પુત્રી મલક તેની નવી બહેનનું નામ રોહ રાખવા માંગતી હતી, જેનો અર્થ અરબી ભાષામાં ભાવના થાય છે.

નાની છોકરી મલક ખુશ હતી કે તેની બહેન દુનિયામાં આવી રહી છે, અલ–શેખે કહ્યું. મલક પણ હુમલામાં મૃત્યુ પામી હતી.ડોકટર સલામાએ કહ્યું કે બાળક ત્રણથી ચાર અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેશે. તે પછી, અમે તેના વિદાય વિશે જોઈશું, અને આ બાળક કયાં જશે, પરિવારમાં, કાકી કે કાકા કે દાદા–દાદી પાસે તે અંગે ત્યારે નિર્ણય લેવામાં આવશે.

પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, અબ્દેલ આલ પરિવારના બીજા ઘર પર હત્પમલામાં ૧૩ બાળકોના મોત થયા હતા. આ હુમલામાં બે મહિલાઓના પણ મોત થયા હતા.ઇઝરાયેલના સૈન્ય પ્રવકતાએ રોઇટર્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગાઝામાં અલગ–અલગ આતંકવાદી લયો પર હત્પમલો કરવામાં આવ્યો હતો જેમાં લશ્કરી કમ્પાઉન્ડ, લોન્ચ પોસ્ટ અને સશક્ર લોકોનો સમાવેશ થાય છે.

દરમિયાન એક પેલેસ્ટિનિયન નાગરિક સકાર અબ્દેલ આલે પૂછયું હતું કે, તમે માર્યા ગયેલા બધામાં એક પણ પુષ જોયો છે? તમામ મહિલાઓ અને બાળકો છે, તેમણે કહ્યું. મારી પત્ની, બાળકો અને દરેક સાથે મારી આખી ઓળખ ભૂંસાઈ ગઈ છે.મોહમ્મદ અલ–બેહૈરીએ કહ્યું કે તેમની પુત્રી અને પૌત્ર હજુ પણ કાટમાળ નીચે છે. તે ઉદાસી, હતાશાની લાગણી છે, આપણી પાસે આ જીવનમાં રડવા માટે કઈં જ બચ્યું નથી, યારે તમે તમારા બાળકોને ગુમાવશો, યારે તમે તમારા પ્રિયજનોને ગુમાવશો, ત્યારે તમારી લાગણી કેવી હશે? તેમ કહીને તે રડી પડો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News