જૂનાગઢની સગીરા ગત માસે લાપતા થઈ હતી. જેની શોધખોળ કરતા રાજકોટમાંથી મળી આવી હતી અને સગીરાનુ કાઉન્સિલિંગ કરી પૂછપરછ કરતા પ્રેમી એ દગો દીધો હતો અને દુષ્કર્મ ગુજાયર્િ પછી મિત્રોના હવાલે કરી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતીઅને અલગ અલગ હોટલમાં ગ્રાહકો બોલાવી સગીરા પર બળાત્કાર ગુજાયર્િ મામલે 14 શખ્સો ના નામ ખુલ્યા છે પોલીસે બેની ધરપકડ કરી છે જ્યારે અન્ય ઈસમો ને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઝડપાયેલા બંને શખ્સોના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે પોલીસ દ્વારા રાજકોટની વિવિધ હોટલોમાં સીસીટીવી ફૂટેજ મેળવવા ચેકિંગ હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના જણાવ્યા મુજબ તા.20 ઓગસ્ટના સગીરા ઘરેથી કહ્યા વગર જતી રહ્યા બાદ ગુમ થઈ હતી.જે અંગે તેના પિતા દ્વારા દીકરીનું અપહરણ થયા અંગે તા.24 ઓગસ્ટ અજાણ્યા શખ્સ સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એ ડિવિઝન પીઆઈ કોળી સહિતના સ્ટાફે ટેકનિકલ સર્વિલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરી સગીરા રાજકોટમાંથી મળી આવી હતી. અને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.કાઉન્સિલિંગ દરમિયાન સગીરાએ આપેલી વિગતમાં જૂનાગઢના અરબાઝ મુલતાની નામના શખ્સ સાથે પ્રેમ હોય તેની ઉપર જૂનાગઢની જ અલગ અલગ હોટલમાં બળાત્કાર ગુજાર્યો હતો.તેમજ રીહાન ઉર્ફે રેહાન્ યુનુસ નામના યુવક સાથે ત્રણ મહિનાથી સંપર્કમાં આવી હતી બાદમાં તે રાજકોટ પહોંચી હતી. રાજકોટની અલગ અલગ હોટલમાં દુષ્કર્મ કયર્િ બાદ તેને દેહવ્યાપારમાં ધકેલી દીધી હતી.અલગ અલગ હોટલોમાં તેના મિત્રો અને ગ્રાહકોને બોલાવીને સગીરા પાસે ધંધો કરાવતો હતો.સમગ્ર વિગતના આધારે પોલીસે તપાસ હાથ ધરતા ચાર અજાણ્યા મળી કુલ 14 શખ્સોના નામ ખુલ્યા હતા. જેમાંથી પોલીસે રેહાન યુનુસ અને કિરણ બીસ્ટ નામના બે યુવકોની ધરપકડ કરી રિમાન્ડ અર્થે રજૂ કરતાં ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.ડીવાયએસપીના જણાવ્યા મુજબ સગીરાએ માતા-પિતાના ઘરે જવાની ના પાડતા શિશુ મંગલ ખાતે મોકલવામાં આવી છે.
પોલીસની તપાસ દરમિયાન સમગ્ર મામલે રેહાન યુનુસ, અરબાઝ મુલતાની, હાર્દિક સિંધી, અયાન મુલતાની, આકાશ, સત્યમ, સત્યમનો મિત્ર અંશુ સહિતના નામ સામે આવ્યા છે.
તપાસમાં પોલીસે અપહરણ ના ગુન્હા બાદ પોકસો કલમનો ઉમેરો કરી આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. એ ડિવિઝન પીઆઇ સહિતની ટીમ દ્વારા રાજકોટમાં કઈ કઈ હોટલમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તે હોટલના સીસીટીવી ફૂટેજ કબજે કરવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech