રાજ્યમાં વિજિલન્સ ઓફિસરો કરતાં ખનીજ માફિયા આગળ નીકળ્યા

  • December 22, 2023 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખનીજ ચોરી કરનારા માફિયાઓ ટેકનોલોજીથી સજ્જ એવા ઓફિસરો કરતાં પણ આગળ નિકળી ગયા છે. પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા ખાણ-ખનીજના અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન મેળવીને માફિયા ગ્રુપમાં શેર કરી તેમને ચેતવણી આપવામાં આવી રહી છે.
આવી જ એક ઘટનામાં ગોધરાના પ્રાંત અધિકારીએ એક શખ્સનો મોબાઇલ ફોન કબજે લઇને કાયદેસરની કાર્યવાહી કરી છે, જેમાં વાહનોનું લોકેશન મેળવવા માટે કેટલાક વ્યક્તિને નક્કી કરેલા સ્થળે ઉભા રાખીને ઓડિયો મેસેજથી લોકેશન શેર કરવામાં આવતું હતું.


પ્રાંત અધિકારીએ જ્યારે એવું જાહેર કર્યું કે વોટ્સઅપ ગ્રુપમાં જેટલા સભ્યો હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે ત્યારે કેટલાક ગ્રુપ્ના એડમિન દ્વારા સભ્યોને રિમૂવ કરી દેવામાં આવ્યા છે અથવા તો ગ્રુપ બંધ કરી દેવાયા છે.જો કે પોલીસ ધારે તો આખી ગેંગને પકડી શકે છે. રાજ્યમાં બહુમૂલ્ય ખનીજોની ચોરી કરીને સરકારની રોયલ્ટી ચાઉં કરી જતાં ખનીજ માફિયાઓ સામે સરકારે પહેલાં ડ્રોન ટેકનોલોજીની મદદ લીધી હતી પરંતુ તે નિષ્ફળ નિવડી છે, કેમ કે ચોરી કરનારી ગેંગ સરકારી અમલદારો કે પોલીસ કરતાં દસ કદમ આગળનું વિચારી રહી છે.
તાજેતરમાં જ ખનીજ માફિયાઓએ સરકારી વાહનમાં જીપીએસ ફીટ કરીને તેનું લોકેશન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વિભાગના સૂત્રોના અંદાજ પ્રમાણે રાજ્યમાં ખનીજની ચોરીનું દૂષણ એટલી હદે વધી ચૂક્યું છે કે ખનીજ માફિયા હવે તો સરકારી વિઝિલન્સ ટીમથી ખૂબ આગળ નિકળી રહ્યાં છે.
રાજ્યમાં દર મહિને 500 કરોડની ખનીજ ચોરી થતું હોવાનું અનુમાન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application