આજે સવારે રાયભરના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી જવા પામ્યું છે. દ્રારકા અને પોરબંદરમાં ૯૦ ટકા ભેજ આજે સવારે નોંધાયો છે અને તેના કારણે દ્રારકામાં મહત્તમ તાપમાન ઘટીને માત્ર ૩૧.૮ ડિગ્રી થઈ ગયું છે જે અત્યારના એવરેજ વાતાવરણ કરતા એક ડિગ્રી ઓછું છે. દ્રારકાના લઘુતમ તાપમાનમાં પણ આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે. આવી જ રીતે અમરેલી ગાંધીનગર રાજકોટ અને પોરબંદરના લઘુત્તમ તાપમાનમાં આજે ચાલુ સિઝનમાં પ્રથમ વખત એક થી દોઢ ડિગ્રીનો ઘટાડો થયો છે. અમરેલી અને ગાંધીનગરમાં તો લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી નીચે સરકી ગયું છે અને આજે આ બંને શહેરોમાં લઘુતમ તાપમાન ૧૯.૬ ડિગ્રી નોંધાયું છે.
રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન ૨૨.૩ ડિગ્રી હતું તે આજે ઘટીને ૨૧.૫ ડિગ્રી થયું છે દ્રારકામાં ગઈકાલે ૨૫ અને આજે ૨૪.૮ પોરબંદરમાં ગઈકાલે ૨૩ અને આજે ૨૧.૬ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
દ્રારકા અને પોરબંદરની માફક કંડલામાં ૮૮ નલિયામાં ૮૯ ઓખામાં ૮૨ અને રાજકોટમાં ૮૧ ટકા ભેજ આજે સવારે નોંધાયો છે. ભેજ નું પ્રમાણ વધી જતા સવારના વાતાવરણમાં લોકોને ગરમીમાં થોડી રાહત મળી કે પરંતુ હજુ ગરમીમાંથી છુટકારો મળે કે ઠંડી શ થાય તેવા કોઈ એધાણ મળતા નથી. ડીસામાં ગુવારે મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી નોંધાયું હતું યારે રાજકોટમાં ૩૮.૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ બંને શહેરોમાં એવરેજ કરતા ચાર ડિગ્રી વધુ તાપમાન છે. આવી જ રીતે ભુજમાં પણ એવરેજ કરતા ચાર ડિગ્રી વધુ તાપમાન છે. ભુજનું મહત્તમ તાપમાન ગઈકાલે ૩૮.૩ ડિગ્રી રહેવા પામ્યુ હતું. ગાંધીનગરમાં ગઈકાલે ૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન હતું જે ટીન કરતાં ત્રણ ડિગ્રી વધુ છે. અમરેલી વડોદરા ભાવનગર ઓખા અને વેરાવળમાં બે ડિગ્રી વધુ તાપમાન છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી ઉતરાખંડમાં અને આવતીકાલથી ૧૧ તારીખ સુધી જમ્મુ કશ્મીર લદાખ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડશે. અત્યારે નોર્થ –નોર્થ ઈસ્ટ દિશામાંથી પવનનો ફકાઈ રહ્યા છે અને તેના કારણે જમ્મુ કશ્મીરનો આ વરસાદ ઠંડી લાવવા માટે અસરકારક સાબિત થાય એવું જણાતું નથી.
દરમિયાનમાં બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં સાયકલોનિક સકર્યુલેશન છવાયું છે અને તેમાંથી એક ટ્રફ પસાર થઈ રહ્યું છે. જેના કારણે તામિલનાડુ પુડીચેરી અને કેરલામાં તારીખ ૧૧ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
બદલાતા વાતાવરણના કારણે દિલ્હી અને રાજસ્થાનમાં લઘુતમ તાપમાનનો પારો ૧ થી ૨ ડીગ્રી જેટલો નીચે ઉતર્યેા છે. પરંતુ દેશના અન્ય ભાગોમાં હજુ ગરમી ઘટવાના મામલે ખાસ સુધારો થયો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર જિલ્લામાં શિયાળાના પગરવ
November 08, 2024 01:27 PMજામનગરમાં આજે જલારામ જયંતિ નિમિતે લોહાણા સમાજનું ભવ્ય નાતજમણ: આરતી
November 08, 2024 01:26 PMસોની વેપારીના અપહરણ - ખંડણીના ગુન્હામાં પાંચ ઇસમો ઝબ્બે
November 08, 2024 01:26 PMબોખીરાની આવાસ યોજનામાં બનાવાયેલી શાકમાર્કેટ અત્યંત બિસ્માર હાલતમાં
November 08, 2024 01:25 PMયાત્રાધામ માધવપુર પર્યટકો માટે બન્યુ હોટ ફેવરીટ
November 08, 2024 01:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech