મોરબી શહેરના શનાળા રોડ પર સરદારબાગ પાસે આવેલી સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં રખડતા કુતરાઓના વધતા ત્રાસને લઈ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે રહેવાસીઓએ મોરબી મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજૂઆત કરી શેરીમાં રખડતા શ્વાનોને પકડી વિસ્તારને મુકત કરવાની માંગ કરી છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ, અક્ષર હાઈટસ, નારાયણી એપાર્ટમેન્ટ, આસ્થા હોસ્પિટલ, ઉમા હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં છેલ્લા છ–સાત મહિનાથી મોટી સંખ્યામાં રખડતા કુતરાઓ શેરીમાં આશરો લઈ રહ્યા છે. આ કુતરાઓ શેરીમાંથી પસાર થતા લોકો, બાળકો, વૃદ્ધો, રાહદારીઓ તેમજ વાહન ચાલકો પાછળ દોડી બટકા ભરવા તથા બટકા ભરવાના પ્રયાસ કરતા હોવાના બનાવો સામે આવ્યા છે. કેટલાક લોકોને અકસ્માતમાં ઈજાઓ પણ પહોંચી હોવાનું સ્થાનિકો દ્રારા જણાવાયું છે.
આ સમસ્યાને લઈ તા.૦૭૧૧૨૦૨૫ના રોજ ઇનવર્ડ નં.૭૨૩૬૮ તથા તા.૦૬૦૧૨૦૨૬ના રોજ ઇનવર્ડ નં.૮૦૧૦૦ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત અનેક વખત મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ તા.૨૪૧૧૨૦૨૫ના રોજ પણ આ જ મુદ્દે અરજી આપવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રખડતા કુતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે અને કરડવાના બનાવો વધુ ગંભીર બની રહ્યા છે. જેના કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. રહેવાસીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે તત્રં આ મામલે જાણી–જોઈને આખં આડા કાન કરી રહ્યું છે? અંતે શેરીવાસીઓએ મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક શ્વાન પકડવાની કાર્યવાહી હાથ ધરી લોકોના જીવ અને સલામતીની ચિંતા દૂર કરવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application