રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની કચેરીમાં આજરોજ તા.૧૨–૩–૨૦૨૫ના ૧૭૬મી બોર્ડ બેઠક ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ માટે .૨૯૭.૪૧ કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી. આ વર્ષના બજેટમાં ડા વિસ્તારમાં લોકોપયોગી સુવિધાઓમાં વધારો થાય તેમજ સત્તામંડળ વિસ્તારમાં ઝડપી વિકાસ થાય તે હેતુથી રાજકોટ શહેરને ફરતે તૈયાર થયેલ રીંગ રોડ–૨ને ૨ માર્ગીયમાંથી ૪ માર્ગીય બનાવવા, રોણકી ગામે ટી.પી.સ્કીમ નં.૩૮૨ અને કાંગશિયાળી ગામમાં પાણી પૂરવઠાના તેમજ ભૂગર્ભ ગટરના કામો હાથ ધરવામાં આવશે. સત્તામંડળ વિસ્તારમાં વિવિધ આંતરમાળખાકિય પ્રોજેકટ માટે કૂલ .૨૫૧.૩૩ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવેલ, જેમાં રીંગ રોડ–૨ ફેઝ–૨ તેમજ ટી.પી.ડી.પી. રોડના કામો માટે .૧૫૫.૪૪ કરોડ, પાણી પુરવઠા તેમજ ભૂગર્ભ ગટરના કામો માટે .૭૭ કરોડ, સ્ટ્રીટલાઈટ તેમજ ઘન કચરા વ્યવસ્થાપનના કામો માટે .૧૩.૯૦ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે.
ચેરમેનશ્રી તથા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટી મહેશ જાની, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, ડાના સી.ઈ.એ. જી.વી.મીયાણી, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા ના સીટી એન્જી. કે.કે.મહેતા હાજર રહેલ હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech