મેડિકલમાં પ્રવેશની નીટ પરીક્ષા ૫–મેના લેવાશે: ૧૪ જૂને રિઝલ્ટ

  • April 11, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષા પાંચ મે ના રોજ લેવાશે. ધોરણ ૧૨ સાયન્સના બી ગ્રુપના વિધાર્થીઓ માટે આ પરીક્ષા લેવાતી હોય છે ત્યારે એ ગ્રુપમાં એન્જિનિયરિંગના પ્રવેશ માટે જેઇઈ મેઇન્સ અને એડવાન્સની પરીક્ષા લેવાતી હોય છે. આ વર્ષે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પરિણામો પણ વહેલાસર જાહેર થવાના છે. હાલમાં શિક્ષણ બોર્ડ દ્રારા પરિણામ તૈયાર કરવાની કામગીરી નો ધમધમાટ ચાલી રહ્યો છે એપ્રિલ મહિનાના અતં સુધીમાં બોર્ડની પરીક્ષાનો પરિણામ જાહેર થઈ જશે.

આ દરમિયાન અત્યારે બી ગ્રુપના વિધાર્થીઓ નીટ ની પરીક્ષા ની તૈયારીઓ કરી રહ્યા છે. નીટની પરીક્ષા કિલયર કર્યા બાદ જ વિધાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મળે છે આ વર્ષે પાંચ મે ના રોજ લેવાનારી પરીક્ષા જેનો સમય ત્રણ કલાક અને ૨૦ મિનિટનો રહેશે. જેનું પરિણામ ૧૪ જૂનના રોજ જાહેર કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી બી ગ્રુપમાં નીટની પરીક્ષા આપનાર વિધાર્થીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.
ખાનગી અને સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસ અને બી ડી એસ માં પ્રવેશ મેળવવા માટે નીટની પરીક્ષા ફરજિયાત આપવી પડે છે. આ વર્ષે ફ્રેશર વિધાર્થી સાથે ગત વર્ષના અનેક વિધાર્થીઓ નીટની પરીક્ષા આપશે.
આ પરીક્ષામાં ઓર્ગેનિક ,ઇન ઓર્ગેનિક અને ફિઝિકલ કેમેસ્ટ્રીનું મહત્વ રહેલું છે. કોરોના પછી નીટની પરીક્ષા આપવામાં વિધાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application