જામનગર આરટીઓ કચેરીમાં બોગસ મેડીકલ ફીટનેશ સર્ટી બનાવી આપતો શખ્સ ઝબ્બે

  • August 17, 2023 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસઓજીની ટુકડી ત્રાટકી : એક ફોર્મના રુા. ૩૦ લેતો : રામેશ્ર્વરનગરના શખ્સની અટકાયત

જામનગરની આરટીઓ કચેરીમાં આવતા અરજદારોને બોગસ મેડીકલ ફીટનેશ સર્ટી એક શખ્સ બનાવી આપે છે અને એક ફોર્મના રુા. ૩૦ લે છે એવી માહિતી મળતા એસઓજીની ટુકડીએ તપાસ કરીને રામેશ્ર્વરનગરના શખ્સને દબોચી લીધો હતો.
જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુઘ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરતા એસઓજી પીઆઇ બી.એન. ચૌધરીની સુચના મુજબ પીએસઆઇ જે.ડી. પરમાર અને સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળેલ કે જામનગર આરટીઓ કચેરીના કેમ્પસમાં વાહન પાર્કીંગની જગ્યાએ કમલેશ ઓઝા નામનો શખ્સ પોતે ડોકટર ન હોવા છતા ડોકટરના નામે ખોટા સિકકા બનાવી આરટીઓ કચેરીમાં આવતા અરજદારો પૈકી જેને મેડીકલ ફીટનેશ સર્ટીની જરુર હોય તેને તેના આરટીઓ એજન્ટ મારફતે મેડીકલ ફીટનેશ સર્ટીમાં ડોકટરના નામ ખોટા સિકકા મારી બોગસ સહી કરી સર્ટી આપે છે.
આ હકીકત આધારે એસઓજીએ ચેકીંગ કરતા જામનગરના રામેશ્ર્વરનગરમાં રહેતો કમલેશ છગનલાલ ઓઝા બનાવટી સિકકાથી મેડીકલ ફીટનેશ સર્ટી સહી કરેલા ફોર્મ પોતાના કબ્જામાં રાખેલ હોય જે સીઆરપીસી ૧૦૨ મુજબ કબ્જે કર્યા હતા તેની પુછપરછ કરતા જે લોકો આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે અને અરજદારોને લાયસન્ રીન્યુ કરાવવા માટે મેડીકલ ફીટનેશ સર્ટીની જરુર હોય તેનું ફોર્મ આપતા બનાવટી સર્ટી આ એજન્ટોને પરત આપી દેતો બદલામાં એજન્ટો પાસેથી એક ફોર્મના રુા. ૩૦ લેતો હતો.
આ ઉપરાંત સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમમાં ક્ધડકટરની ભરતી બહાર પાડેલ છે આ ભરતીના ફોર્મ ભરવા માટે ક્ધડકટર બેઇઝ લાયસન્સની જરુર હોય જે આરટીઓ કચેરીમાંથી મળે છે આ બેઇઝ મેળવવા માટે એમબીબીએસ ડોકટરનું સર્ટી જરુરી છે જે બાબત ઘ્યાને આવતા બનાવટી સહી સિકકા કરી મજકુર શખ્સ એજન્ટોને પરત આપી દેતો અને બદલામાં એજન્ટો પાસેથી એક ફોર્મના રુા. ૧૦૦ લેતો હતો આ શખ્સ દ્વારા આવા કેટલા સર્ટી બનાવવામાં આવેલ છે અને કેટલા કચેરીમાં રજુ કરેલ છે તેની સાથે અન્ય કોઇ સંડોવાયેલ છે કે કેમ એ દિશામાં તપાસ લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application