શાપરમાં રહેતી ૧૨ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર શખસને શાપર વેરાવળ પોલીસ મથક સ્ટાફે યુપીના અલીગઢમાંથી ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી.સગીરાનું મેડિકલ ચેકઅપ કરવાતા આરોપીએ તેની સાથે શરીર સંબધં બાંધ્યો હોવાનું ખુલતા આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ ૨૭૩૨૦૨૦ ના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ૧૨ વર્ષની સગીરાને કોઈ શખસ ભગાડી ગયો હોવા અંગે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ સર્કલ પીઆઈ એસ.જી.રાઠોડની રાહબરીમાં શાપર વેરાવળ પોલીસ મથકના પીએસઆઇ આર.કે. ગોહિલ,જી.બી.જાડેજાએ અલગ–અલગ ટીમો બનાવી તપાસ શ કરી હતી. દરમિયાન સગીરાને ભગાડી જનાર શખસ ઉત્તર પ્રદેશના અલીગઢમાં રહેતો શાહખ હોવાનું માલૂમ પડું હતું.જેથી એસઆઈ હરદીપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ લખધીરસિંહ જાડેજા મહિલા કોન્સ્ટેબલ નીમુબેન મેર સહિતની ટીમ યુપી રવાના કરવામાં આવી હતી.
પોલીસે અહીંથી આરોપી શાખખ આઝાદાખાન(ઉ.વ ૨૪ રહે.એડીએ કોલોની,અલીગઢ) ને ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી.બાદમાં બંનેને શાપર લાવવામાં આવ્યા હતાં.અહીં આવ્યા બાદ સગીરાનું મેડિકલ ચેકઅપ કરવાતા આરોપીએ તેની સાથે શરીર સંબધં બાંધ્યો હોવાનું ખુલતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટની કલમ ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech