ગોંડલ રોડ પર ટાટાના શોમ પાસે રાજકોટ લેબ નજીકથી મૂળ માંગરોળ પંથકના વતની અને હાલ શાપરમાં રહેતા શખસને એસઓજીની ટીમે દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછ કરતા આ હથિયાર તેના મિત્રએ સાચવવા આપ્યું હોવાની અને તેણે શોખ માટે હથિયાર સાથે રાખ્યું હોવાની કબુલાત આપી હતી. આ અંગે પોલીસ એ વિશેષ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી હોય તે અંતર્ગત કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે રાજકોટ એસઓજી પીઆઈ જે.એસ.કૈલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એ.એસ.આઈ ફિરોજભાઈ શેખ, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે રાજકોટ ગોંડલ હાઇવે પર ટાટાના શોમ પાસે રાજકોટ લેબ નજીકથી એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ નિલેશ પ્રવીણભાઈ ચૌહાણ (ઉ.વ ૨૪ રહે. ભકિતનગર સોસાયટી બીલીપત્ર એપાર્ટમેન્ટ લેટ નંબર ૧૦૧, શાપર મૂળ, માંગરોળ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસની અગં ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા જેથી તેની ધરપકડ કરી હતી.
પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, આરોપી નિલેશ કારખાનામાં મજૂરી કામ કરે છે. હથિયાર અંગે તેની પૂછતાછ કરતા આ હથિયાર તેને તેના મિત્ર કે જેને કોઈ સાથે માથાકૂટ ચાલતી હોય તેણે સાચવવા આપ્યું હતું. પોતે શોખ ખાતર હથિયાર સાથે રાખ્યું હતું. આ મામલે પોલીસે આરોપીને હથિયાર આપનાર તેના મિત્રને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપિતરાઇ બહેનની ખોટી સહી કરી ૪૦ લાખની લોન મેળવી લીધી
January 24, 2025 03:31 PMભુણાવા નજીક હિટ એન્ડ રન: વાહનની ઠોકરે યુવકનું મોત
January 24, 2025 03:29 PMવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech