કોઠારીયા સોલવન્ટ પાસે ઈંટના ભઠ્ઠામાં મજુરીકામ કરનાર પ્રૌઢને ત્રણ શખસોએ આ જગ્યા ખાલી કરી દેજે કહી ધમકી આપી ઢીકાપાટુ તથા પથ્થર વડે મારમારી જ્ઞાતિ અંગે અપમાનિત શબ્દો કહ્યા હતાં.આ અંગે પ્રૌઢની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ત્રણેય સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
૧૫૦ ફટ રીંગરોડ પર આસ્થા ચોક પાસે આંબેડકરનગર શેરી નંબર ૧૨ માં રહેતા અને કોઠારીયા સોલવન્ટ પાસે શીતળાધાર ૨૫ વારીયા વૃંદાવન સોસાયટી પાસે સરકારી ખરાબામાં ઈંટનો ભઠ્ઠો રાખી મજૂરીકામ કરનાર ખીમજીભાઇ વાલજીભાઈ પરમાર (ઉ.વ ૫૨) નામના પ્રૌઢે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિકો ભરવાડ, તેજસ ભરવાડ અને અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
ખીમજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યા આસપાસ તે તથા તેમના મોટાભાઈ વશરામભાઈ બંને અહીં ઈંટના ભઠ્ઠમાં કામ કરતા હતા દરમિયાન ખીમજીભાઇ ચા પીવા માટે ગયા હતા. થોડીવાર બાદ અહીં પરત આવતા વિકો ભરવાડ, તેજસ ભરવાડ તથા અજાણ્યો શખસ અહીં ઈંટના ભઠ્ઠે બનાવેલી કાચી ઓરડીને હાથેથી ધક્કા મારી પગેથી લાતો મારી તોડતા હોય જેથી ખીમજીભાઈ આવું શું કામ કરો છો? તેમ કહેતા આ ત્રણેય ગાળો આપવા લાગ્યા હતા ગાળો આપવાની ના કહેતા ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન વિકો ભરવાડે ખીમજીભાઇને કહ્યું હતું કે એકને છરી મારીને આવ્યો છું, આ ઈંટોના ભઠ્ઠાવાળી જગ્યા મૂકીને જતો રહેજે નહીંતર જાનથી મારી નાખીશ તેમ કહી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. બાદમાં વિકો ભરવાડે અહીં પડેલા પથ્થરનો ઘા કરતા ખીમજીભાઇને વાસનાભાગે ઇજા પહોંચી હતી જેથી તેમણે બૂમાબૂમ કરતા તેમના મોટાભાઈ વશરામભાઈ તથા અન્ય લોકો અહીં આવી જતા તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. ત્યારબાદ તેમને ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. બનાવ અંગે ખીમજીભાઇની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ત્રણેય આરોપીઓ સામે મારામારી, એટ્રોસિટી એકટ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application7 મહિનાથી દૂતાવાસ તરફથી કોઈ મળવા નથી આવ્યું: નિખિલ ગુપ્તા
January 09, 2025 10:23 AMદ્વારકામાં પૈસાની માંગણી કરી, લૂંટ ચલાવવા સબબ ચાર શખ્સો સામે ફરિયાદ
January 09, 2025 10:21 AMઅનમોલ બિશ્નોઈ અને અર્શદીપ ડલ્લાને ભારત લાવવાની ગતિવિધિ તેજ
January 09, 2025 10:21 AMજામનગર નજીક ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે ડીઝલ ભરેલા ટેન્કરના ટાયરમાં ઓચિંતી આગ લાગી
January 09, 2025 10:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech