પિતા પાસે વ્યાજની ઉઘરાણી કરીને ડેડાણના શખસે પુત્રને ગોંધી રાખ્યો

  • August 14, 2024 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહુવા તાલુકાના કિકરીયા ગામના આધેડે તેના ભાઈની જારત વિધી માટે રૂપિયાની જરૂરીયાત ઉભી થતા ડેડાણ ગામે રહેતા તેના મામાના દિરા પાસેથી રૂા. 50 હજાર લીધા હતા. જે તેના પરત કરી દીધા બાદ શખસે તે નાણાના રૂા. 80 હજાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરી અવાર નવાર ધાક ધમકી આપી તેના દિકરાને ગોંધી રાખતા આધેડે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.  મહુવા તાલુકાના કિકરીયા ગામે કબ્રસ્તાન પાસે રહેતા દિલુભાઈ દાદાભાઈ બેલીમે ખુંટવડા પોલસી મથકમાં ખાંભા તાલુકાના ડેડાણ ગામે રહેતા તેના મામાના દિકરા ફિરોજ નાથુકાભાઈ પઠાણ સામે ફરિીયાદ નોંધાવી હતી કે, આશરે પોણા બે વર્ષ પહેલા તેઓના મોટા ભાઈ હિંમતભાઈનું નિધન થતા તેઓની જારત માટે તેને પૈસાની જરૂર ઉભી થતા તેના મામાના દિકરા ફિરોજ પાસેથી રૂા. 50 હજાર લીધા હતા. દરમિયાન બે માસ પહેલા ફિરોજની દીકરીના નિહાક હોય જેથી તેણે રૂપિયા માંગતા તેને 50 હજાર પરત કરી દીધા હતા. બાદ પંદર દિવસ પહેલા ફિરોજે તેને ફોન કરી તમારા વ્યાજના રૂા. 80 હજાર બાકી છે. ઈ મોકલો નકર તમારા ટાંટીયા ભાંગી નાખીશુ અને તમારો દિકરો અમન છેલ્લા છ મહિનાથી અડી વેકેશન અમારા ઘરે કરવા આવેલ છે. તેનો પાછો નઈ મોકલુ તેમ કહી ધમકી આપી અવાર નવાર ફોન કરી વ્યાજના નાણાની પઠાણી ઉઘરાણી કરી તેના અ દિકરાને રોકી રાખી ગોંધી રાક્યો હતો.
    




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application