મોરબી કોલસા કૌભાંડનો મુખ્ય આરોપી યુગાન્ડાથી પરત ફરતા જ ઝડપી લેવાયો

  • April 15, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મોરબીના ૩.૫૭ કરોડના ચકચારી કોલસા કૌભાંડનો મુખ્ય આરોપી ભગીરથ હુંબલ આ કારસ્તાન સામે આવ્યા બાદ યુગાન્ડા નાસી ગયો હતો.એસએમસીએ આરોપી સામે લુક આઉટ નોટિસ જારી કરી હતી.દરમિયાન આરોપી યુગાન્ડાથી વાયા યુએઈ થઈને અમદાવાદ પરત આવતા અમદાવાદ એરપોર્ટથી આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.


મોરબીના ગાળા ગામ નજીક એસએમસીની ટીમે ગત તા. ૦૭-૧૨-૨૦૨૪ ના રેડ કરી કોલસા ચોરી કોભાંડનો પર્દાફાશ કરી કોલસાનો જથ્થો, પાવડર, માટીથી મિક્ષ કોલસો સહીત કુલ રૂ ૩.૫૭ કરોડનો મુદામાલ એસએમસીની ટીમે જપ્ત કરી આરોપીઓને ઝડપી લીધા હતા જે ગુનામાં વોન્ટેડ આરોપી ભગીરથ ચંદુભાઈ હુંબલ રહે શિવમ પાર્ક સોસાયટી, મોરબી વાળો તેનો ભારતીય પાસપોર્ટને આધારે યુગાન્ડા ભાગી ગયો હોવાની માહિતી મળી હતી જેથી ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર મારફત લૂક આઉટ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને આરોપી ભગીરથ હુંબલ યુગાન્ડાથી યુ.એ.ઈ. થઈને અમદાવાદ એરપોર્ટ આવતા આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી આરોપીને ઝડપી લઈને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને જાણ કરી હતી જેથી એસએમસીની ટીમે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી કબજો મેળવી ધોરણસરની અટકાયત કરવામાં આવી છે આરોપી પાસેથી મોબાઈલ કબજે લીધો છે. આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ ૧૯ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application