ભારતનું એવું જાદુઈ જંગલ, જે રાત પડતા જ ઝગમગી ઉઠે છે

  • May 18, 2024 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અત્યાર સુધી ઘણા જંગલોની વાર્તાઓ સાંભળી હશે પરંતુ શું એવા જંગલ વિશે જાણો છો, જે રાત્રે ચમકતું દેખાય છે? મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં સ્થિત ભીમાશંકર વાઇલ્ડલાઇફ રિઝર્વ એક એવી જગ્યા છે, જ્યાં કંઇક નવું જોવા મળશે. તેની સુંદરતા ઘણા પ્રવાસીઓને આકર્ષે છે.


અહીનો રાત્રીનો નજારો જોવા જેવો છે. અહીં માત્ર અગ્નિની રોશની જ નહીં પરંતુ છોડ પણ ચમકે છે. ખાસ કરીને ચોમાસાના વરસાદની શરૂઆત થતાં જ આ જંગલની ચમક અનેકગણી વધી જાય છે. તેથી  જો મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ સ્થાન વિશે જરૂર જાણવું જોઈએ.


જાદુઈ દુનિયા


ચોમાસા દરમિયાન અહીં એક અલગ જ નજારો જોવા મળે છે. રાત્રે આ જંગલ જાદુઈ દુનિયા જેવું લાગે છે. ક્યાંક ઝાડના થડ પર, ક્યાંક ઝાડીની વચ્ચે અને ક્યાંક ઝાડ પરથી પડતાં પાંદડાઓના ઢગલા વચ્ચે આછો પ્રકાશ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. પરંતુ આ જંગલમાં એવું શું છે જે તેને રાત્રે ચમકાવે છે? શું આ જાદુઈ દુનિયાનો ભાગ છે?


ચમકદાર મશરૂમ


આ જંગલમાં કોઈ જાદુ નથી. ભીમાશંકર વાઇલ્ડલાઇફ રિઝર્વ રાત્રિના અંધારામાં ચમકવાનું કારણ માયસેના ફૂગ છે. આ એક પ્રકારનું મશરૂમ છે, જેને ઘણી વખત લોકો શેવાળ સમજી લે છે. આ જંગલમાં આ જ મશરૂમ રાતના અંધકારમાં માટી અને પાંદડાના ઢગલા વચ્ચે ઝળહળતું જોવા મળે છે.


આ મશરૂમ લ્યુસિફેરેસ નામના એક ખાસ પ્રકારનું એન્ઝાઇમ બનાવે છે. જ્યારે તે લાકડામાં રહેલા લ્યુસિફેરીનના સંપર્કમાં આવે છે, ત્યારે તે ચમકવા લાગે છે. લ્યુસિફેરિનને પ્રકાશ ઉત્સર્જક સંયોજન માનવામાં આવે છે.


આ બે તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાને કારણે બાયોલ્યુમિનેસેન્ટ ગ્લો ઉત્પન્ન થાય છે. વિશ્વભરના જંગલોની સરખામણીમાં ભીમાશંકર રિઝર્વમાં બાયોલ્યુમિનેસન્ટ્સ સૌથી વધુ જોવા મળે છે. જો અહીં જવાનું વિચારી રહ્યા છો, તો જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ભીમાશંકર વાઈલ્ડલાઈફ રિઝર્વની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application