અહેમદપુર-માંડવી ખાતે ચાલી રહેલા બીચ ફેસ્ટિવલના ત્રીજા અને અંતિમ દિવસે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ ઉપસ્થિત સર્વેને લોકસાહિત્યની વાતો દ્વારા સાહિત્યરસમાં તરબોળ કયર્િ હતાં.
આ તકે, જિલ્લ ા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ રાજભા ગઢવી અને અપેક્ષા પંડ્યાને ઙ્કુષ્ઙ્કગુચ્છઙ્ખી સ્વાગત-અભિવાદન કરી આવકાર્યાં હતાં.
રાજભા ગઢવીએ ચારણી સાહિત્યના દૂહા, છંદ, ચોપાઈ, લોકકથની સહિત સપાખરાં અને લોક સંસ્કૃતિના કથાનકનો આસ્વાદ કરાવતાં ઉપસ્થિત સૌને સાહિત્યરસમાં રસ તરબોળ કર્યાં હતાં.
રાજભા ગઢવીએ દેશભક્તિસભર ગીતોની શૌર્યવાન પ્રસ્તુતિઓ સાથે દરિયાઈ કથાઓ, દરિયાઈ શૂરવીરતાની વાતો દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને ડોલાવ્યાં હતાં.
લોકગાયિકા અપેક્ષા પંડ્યાએ ’ભારત દેશ હૈ મેરા’, ’રઘુકૂલ રીત સદા ચલી આઈ’, ’દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે’ જેવા સાહિત્યની પ્રસ્તુતિ સાથે દોસ્તીનું મહત્વ દશર્વિતા ગીતોની સૂરમયી રજૂઆત દ્વારા કોકિલકંઠી સૂર રેલાવ્યાં હતાં.
ઉલ્લ ેખનીય છે કે, ત્રણ દિવસ ચાલેલા આ બીચ ફેસ્ટિવલમાં અહેમદપુર-માંડવી પર્યટન સ્થળ પર મુલાકાત લેતા પર્યટકોને વિભિન્ન પ્રકારની સાંસ્કૃતિક ઝાંખી મળે તથા પર્યટન સ્થળ વધુ વેગવંતુ બને એ માટે રંગારંગ કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિના અવસરે જિલ્લ ા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લ ા ન્યાયાધીશ પી.એસ.ગઢવી, જિલ્લ ા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સી નિયામક યોગેશ જોશી, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, બાદલભાઈ હુંબલ સહિત જિલ્લ ાના વરિષ્ઠ નાગરિકો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત
January 27, 2025 11:43 PMરાજકોટમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦નો જંગ: ટીમ ઇન્ડિયાની નેટ પ્રેક્ટિસ, સુરક્ષા વ્યવસ્થા સઘન
January 27, 2025 11:42 PMકૈલાશ માનસરોવર યાત્રા ફરી થશે શરૂ, બંને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં નિર્ણય લેવાયો
January 27, 2025 11:40 PMકોલ્ડપ્લે બેન્ડના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિન પહોંચ્યા મહાકુંભ
January 27, 2025 11:38 PMઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech