રાત્રીના પ્રેમી સગીર પ્રેમિકા સાથે બાથરૂમમાં પુરાયો, પરિવારજન જાગી જતા ભાંડો ફૂટયો

  • October 24, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે જામનગર રોડ પર માધાપર ગામમાં રહેતો શખસ અહીં નજીકમાં જ આવેલા ગામમાં રાત્રિના ૧૭ વર્ષની સગીરાના ઘરે તેને મળવા ગયો હતો. બંને બાથમમાં હતા દરમિયાન સગીરાના ફઇએ બાથમનો દરવાજો ખખડાવતા દરવાજો ન ખોલતા શંકા ગઈ હતી. બાદમાં પોલીસને બોલાવતા ભાંડાફોડ થયો હતો. આ મામલે સગીરાના પિતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી જાતીય છેડછાડ કર્યા અંગે તથા પોકસો એકટ અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર આવેલા ગામમાં રહેતા ૫૦ વર્ષીય આધેડે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપરમાં દ્રારકાધીશ પેટ્રોલ પપં પાછળ ખોડુ ચોકમાં રહેતા રોહિત જયંતીભાઈ સીપરીયાનું નામ આપ્યું છે. આધેડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અહીં ઘરમાં તે તથા તેમના માતા તેમની બહેન અને તેમના ચાર સંતાનો રહે છે. આધેડના પત્નીનું નાની પુત્રીના જન્મ સમયે અવસાન થયું હતું.
ગઈકાલે સાંજથી તેમના નાના દીકરાની તબિયત સારી ન હોય સિવિલમાં દાખલ કર્યેા હોય તેથી તેઓ ત્યાં હતા ત્યારે અન્ય દીકરીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે જલ્દી પોલીસ સ્ટેશન આવજો જેથી આધેડ તુરંત અહીં પોલીસ સ્ટેશન જતા ત્યાં તેના બહેન વાત કરી હતી કે, રાત્રિના ચારેક વાગ્યે હું બાથરૂમ જવા માટે ગઈ ત્યારે બાથરૂમમાં ભત્રીજી અન્ય છોકરા સાથે પુરાઈ ગયેલ હોય જેથી મેં બહાર આવવાનું કહેતા તે બહાર આવતા ન હતા. જેથી 100 નંબર પર ફોન કરી પોલીસની ગાડી બોલાવી હતી.
આ બાબતે આધેડે તેમની 17 વર્ષની દીકરીને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, મારે આ રોહિત સાપરિયા સાથે પ્રેમ સંબંધ હોય જેથી મેં ફોન કરી રોહિતના આપણા ઘરે બોલાવ્યો હતો. રાત્રીના ચાર વાગ્યે અમે અમે બંને બાથરૂમમાં છુપાઈને મળતા હતા ત્યારે તેણે મને કિસ કરી હતી અને અચાનક ફઇ અમને બંનેને બાથરૂમમાં જોઈ ગયા હતા અને બહાર આવવાનું કહેતા અમે બહાર નહીં આવતા પોલીસને બોલાવી હતી.
સગીરાના પિતાએ આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોકસો એકટ તથા જાતીય છેડછાડ તેમજ એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો પીએસઆઇ ડી.આર.રત્નુની રાહબરીમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ એસીપી રાધિકા ભારાઇ ચલાવી રહ્યા છે.


સગીરાના અપહરણમાં રોહિત બે મહિના જેલમાં રહ્યો હતો
ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પૂર્વે પણ આરોપી રોહિત સગીરાને ભગાડી ગયો હતો. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તે સમયે રોહિત બે મહિના જેલમાં રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application