પોરબંદરની ગુકુળ મહિલા કોલેજના વ્યાખ્યાતા વોઇસ ઓફ પોરબંદર કોમ્પિટિશનમાં સિનિયર વિભાગમાં રનર અપ બન્યા હતા. શિસ્ત,સંસ્કાર, કલા તેમજ સંસ્કૃતિને વરેલી અને શિક્ષણ માટે દાયકાઓથી પ્રચલિત એવી પોરબંદરની રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્ય ક્ધયા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજી વિભાગના મુલાકાતી વ્યાખ્યાતાએ પોરબંદર ખાતે જે.સી.આઈ. સંસ્થા દ્વારા યોજાયેલ વોઇસ ઓફ પોરબંદર કોમ્પિટિશનમાં સિનિયર્સ વિભાગમાં રનર-અપ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પોરબંદરની જે.સી.આઈ. સંસ્થા છેલ્લા દસ વર્ષથી વોઇસ ઓફ પોરબંદર સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરે છે. ત્યારે આ વર્ષે વોઇસ ઓફ પોરબંદરની દસમી સિઝન યોજવામાં આવેલી, જેમાં ગુકુળ કોલેજના અંગ્રેજી વિભાગના વ્યાખ્યાતા અદિતિ દવેએ ભાગ લીધેલ અને કુલ ૯૦ સ્પર્ધકોમાંથી ફાઇનલમાં ૨૧ સ્પર્ધકોમાંના એક તરીકે ચૂંટાયેલા, જેમાં તેઓએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું. તેઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના ટ્રસ્ટીગણ, પ્રાચાર્ય ડો. અનુપમભાઈ નાગર તેમજ સર્વે પ્રાધ્યાપકોએ તેઓને અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech