SMCના ઈતિહાસમાં દારૂનો સૌથી મોટો જથ્થો પકડાયો

  • March 20, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એસએમસીમાં એસ.પી. તરીકે નિર્લિ રાય અને ડીવાયએસપીમાં કેે.ટી.કામરિયા મુકાયા બાદ એસએમસીની કામગીરી જેટ ગતિ જેવી બની છે. રાયભરમાં દારૂ–જુગારના ધંધાર્થીઓ પર રોજ બરોજ ધોંસ બોલાવાઇ છે. આ બન્નેના કાર્યકાળ દરમિયાન એસએમસી પોતાના જ રેકોર્ડ તોડી રહી છે. આ અગાઉ એક કરોડનો વિદેશી દારૂ પકડાયો હતો. ગત રાત્રે પીએસઆઇ જાડેજા તથા ટીમે આ બન્ને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દોઢ કરોડથી વધુ કિંમતનો એસએમસીના ઇતિહાસમાં સૌથી મોટો દારૂનો જથ્થો પકડયો છે.

એસએમસી ગાંધીનગર કાર્યરત હોવા છતાં રાયભરમાં થતી ગેરપ્રવૃતિઓની આ બન્ને અધિકારીઓને ડાયરેકટ માહિતી મળતી રહે છે અને તેમના તાબાની ટીમો દ્રારા અતિગુ રીતે સ્થાનિક પોલીસને કે તંત્રને પણ જરા અમથો ખ્યાલ ન પડે તે રીતે દરોડાઓ પાડીને રેઈડને સફળ બનાવવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન, ચંડીગઢ તરફથી રોજિંદા આવતો લાખોના મોઢે દારૂ અને સપ્લાયરો તેમજ રાયભરના બુટલેગરોને ભારે ભીંસ થઈ પડી છે. એસએમસીએ આ બન્ને અધિકારીઓના નેજા હેઠળ કરોડોના ક્રિકેટ સટ્ટાના નેટવર્કને પણ મુળ સુધી જઈને ભેદયું હતું. મોટા ગજાના બુકીઓ પણ સકંજામાં આવ્યા હતા. આવી જ રીતે દારૂના મોટા–મોટા બુટલેગરો હજુ જેલમાં હવા ખાઈ રહ્યા છે.

આ બન્ને અધિકારીઓ આવ્યા બાદ અન્ય રાયમાં બેસીને ગુજરાતમાં રોજિંદા લાખો રૂપિયાનો દારૂ ઘુસાડવાનો કાળો કારોબાર ચલવતાં સપ્લાયરો પણ એસએમસીની ચુંગાલમાંથી બચી શકયા નથી. તેઓને પણ અન્ય રાયમાંથી દબોચવામાં આવે છે.

મોરબી નશાનું કેન્દ્ર બન્યું: સિરપ બાદ વિદેશી દારૂ

મોરબી જિલ્લો નશાનું કેન્દ્ર બની ગયો છે કે શું? તાજેતરમાં જ લાખોની કિંમતનો નશાકારક સિરપનો જથ્થો પકડાયો હતો. ત્યાં ફરી ગત રાત્રે દોઢેક કરોડનો વિદેશી દારૂ પકડાતા ભારે ચકચાર જાગી છે કે, જો સ્થાનિક પોલીસ ધ્યાન નહીં આપે તો મોરબી કયાંક ઉડતા મોરબી નશાનું સેન્ટર ન બની જાય. અગાઉ પણ મોરબી જિલ્લામાં કુખ્યાત બુટલેગર ફિરોઝે નેટવર્ક પાથયુ હતું. હવે અમદાવાદના બુટલેગરે મોરબીમાં વિદેશ દારૂનો લાખોનો ધંધો શરૂ કર્યેા છે. એક એવી પણ વાત વહેતી થઈ કે ચર્ચા છે કે, લાખોના મોઢે ગોડાઉનમાં દારૂ ઉતરતો હતો અને પીકઅપ વાન, કાર કે આવા વાહનો મારફતે સૌરાષ્ટ્ર્રના અન્ય શહેરો, તાલુકાઓ આવા સેન્ટરો સુધી સપ્લાય થતો હતો. જો કે, બુટલેગર પકડાયા બાદ જ તથ્ય બહાર આવશે. પોલીસને હિસાબની કેટલકી વિગતો પણ હાથ લાગ્યાનું જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application