ઈ-કોમર્સ પ્લેટફોર્મ વચ્ચે માલસામાનને સૌથી ઝડપી ડિલિવરી કરવાની રેસ લાગે છે. એક તરફ બ્લિંકિટ 10 મિનિટમાં ડિલિવરી કરવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ ફ્લિપકાર્ટ પણ આ મામલે પાછળ નથી. તાજેતરમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે બેંગલુરુમાં તેની ફ્લિપકાર્ટ મિનિટ્સ સેવા શરૂ કરી છે. જે માત્ર 10-15 મિનિટમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઉત્પાદનોની ડિલિવરી પૂરી પાડે છે. એક વ્યક્તિએ કોફી શોપમાં બેસીને મિનિટોમાં ફ્લિપકાર્ટ પરથી લેપટોપ ઓર્ડર કર્યો અને ફેસબુક પર પોતાનો અનુભવ પોસ્ટ કર્યો છે.
કોફી પીતા પીતા લેપટોપનો ઓર્ડર આપ્યો
સની ગુપ્તા નામના વ્યક્તિએ એક્સ પર કહ્યું કે તેણે ફ્લિપકાર્ટ મિનિટ્સ પરથી લેપટોપનો ઓર્ડર આપ્યો આપીયો હતો. તે 7 મિનિટમાં ડિલિવરી બતાવી રહ્યું છે. જો કે, ઓર્ડર આપ્યાના થોડા સમય પછી ટ્રેકિંગ પેજમાં થોડો વિલંબ થવા લાગ્યો અને 7 મિનિટથી 12 મિનિટ સુધીનો સમય અપડેટ થયો.
ગુપ્તાએ ડિલિવરી બોયનો લેપટોપ લાવતો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. સની ગુપ્તાને લેપટોપ મળતા OTP આપતાં પહેલા તેને અનબોક્સ કર્યું હતું.
ગુપ્તાએ ઓડર સફળ થયો ત્યારથી તે ડિલિવરી થઈ ત્યાં સુધી બરાબર 13 મિનિટ લાગી.
ગુપ્તાની પોસ્ટ પર કટાક્ષ કરતા એક યુઝરે લખ્યું, 'ક્વિક કોમર્સને થોડો આરામ કરવાની જરૂર છે. કોને 10 મિનિટથી ઓછા સમયમાં નવું લેપટોપ તેમના ઘરે પહોંચાડવાની ઉતાવળ હશે!?'
જેના જવાબમાં ગુપ્તાએ કહ્યું, 'સાચું કહું તો હું છેલ્લા કેટલાક મહિનાઓથી લેપટોપ જોઈ રહ્યો હતો. આજે, જ્યારે હું મારા શોર્ટલિસ્ટમાં ગયો અને લેપટોપ પસંદ કર્યું, ત્યારે તેને 15 મિનિટમાં પ્રાપ્ત કરવાનો વિકલ્પ હતો.
ફ્લિપકાર્ટ મિનિટ્સ સેવા શું છે?
Flipkart મિનિટ્સ નામની સેવા ક્વિક કોમર્સની રેસમાં ઝડપથી પ્રવેશી રહી છે. આ સેવા બેંગલુરુના કેટલાક ભાગોમાં લાઈવ થઈ ગઈ છે. તેની સીધી સ્પર્ધા Zepto, Swiggy's Instamart અને Zomato's, Blinkit સાથે છે. Flipkart છેલ્લા કેટલાક મહિનાઓથી 10 મિનિટની ડિલિવરી સેવાના ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું હતું.
આ સેવા HSR લેઆઉટ ગુંજુર, બેલાંદુર અને કડુબીસનહલ્લી જેવા વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે. આ લોકપ્રિય રહેણાંક અને આઇટી હબ છે અને આ વિસ્તારમાં ઝડપી કોમર્સિયલ સેવાઓની વધુ માંગ રહેતી હોઈ છે. આ અંતર્ગત ફ્લિપકાર્ટ 10-15 મિનિટમાં ઇલેક્ટ્રોનિક્સ, સ્માર્ટફોન અને અન્ય સામાનની ડિલિવરી કરી રહ્યું છે. આ સેવા બેંગલુરુના પસંદગીના વિસ્તારોમાં શરૂ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech