કાલથી ચગશે કમુર્હુતાનો પતંગ: સંક્રાંતે કપાશે : શુભ કાર્યો બંધ
માગસુદ સુદ-૧૫ એટલે કે રવિવારે આવતીકાલે રાત્રીના ૧૦:૧૨ વાગ્યાથી કમુર્હુતાનો પ્રારંભ થશે ત્યારે એક દિવસ હવે શુભલગ્ન, વાસ્તુ, ભુમીપૂજન, ખાતમુર્હુત સહિતના કામો થશે અને કાલથી તા.૧૪ જાન્યુઆરીના સવારે ૮:૫૪ સુધી કોઇપણ જાતના શુભ કાર્યો નહીં થઇ શકે. આમ એક મહીનો કમુર્હુતા રહેશે. ધનારક કમુર્હુતાનો પ્રારંભ કાલથી થવાનો હોય હાલારમાં અનેક લગ્નો યોજાશે.
ધનારક કમુર્હુતા શ થતાં હોય રાત્રે ૧૦:૧૨ વાગ્યાથી સુર્ય ધન રાશીમાં પ્રવેશ કરશે સાથે જ કમુર્હુતાનો પ્રારંભ થઇ જશે અને લગભગ એક મહીના સુધી કોઇપણ પ્રકારના શુભ કાર્યો નહીં થાય, જો કે મકરસંક્રાંતિના દિવસે સવારે ૮:૫૪ વાગ્યા બાદ શુભ કાર્યો થઇ શકશે.
કમુર્હુતા દરમ્યાન ૯ ગ્રહ જાપ, રાંદલ તેડવા, સત્યનારાયણ ભગવાનની કથા, ભાગવત કથા, રામાયણ કથા થઇ શકશે, નડતા ગ્રહોની શાંતિનો હવન શ્રીમત કુંડલીમાં રહેલ અશુભ યોગ, શાંતિ, દ્રી અભિષેક, લઘુદ્ર જેવા કાર્યો કરી શકાશે તેમાં કોઇપણ જાતનો દોષ લાગતો નથી. ધનારક કમુર્હુતા દરમ્યાન સુર્યને ખાસ અર્ઘ્ય આપવું, સુર્ય ગુની રાશીમાં હોય આ સમય દરમ્યાન જપ, તપ, પુજા પાઠ ઉત્તમ ફળ આપે છે, જો કે નર્મદા નદી પછીના વિસ્તારમાં કમુર્હુતામાં લોકો માનતા નથી જયારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, વડોદરા આજુબાજુના વિસ્તારમાં કમુર્હુતા લાગે છે.
જામનગર અને સમગ્ર હાલારમાં એક મહીનાથી સતત સમુહ લગ્ન, સમુહ યજ્ઞોપવીત, લગ્ન, ખાતમુર્હુત, દુકાન, ઓફીસ, કારખાનાના ઓપનીંગ, નવા વાહનો લેવા આ બધા શુભ કાર્યો થયા છે, આજે છેલ્લો દિવસ છે, કેટલાક લોકો આજે વાહન બુક કરાવે, પરંતુ તેની ડીલેવરી તા.૧૫ જાન્યુઆરી બાદ લેશે એ રીતના બુકીંગ પણ કંપનીએ શ કરી દીધા છે. જામનગર શહેરમાં આ સિઝનમાં શુભ મુર્હુતમાં મોટાભાગની વાડીઓ, હોલ, પાર્ટી પ્લોટનું બુકીંગ વધારે હતું, કેટરર્સને પણ તડાકો બોલ્યો હતો, ફરસાણ-મીઠાઇની દુકાનમાં પણ ઘરાકી જોવા મળી હતી, એટલે કે આ વર્ષે લગ્નસરાની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી હતી.
કેટલીક જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ દ્વારા ખર્ચ ઓછો થાય તે માટે સમુહ લગ્ન અને સમુહ યજ્ઞોપવિતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એમાં પણ આયોજકોને સારી એવી સફળતા મળી હતી, જયારે બેન્ડવાજા, ઢોલ, શરણાઇ, ડીજે, ફુલવાળા, મંડપવાળા, ડેકોરેશનવાળા, ઇલેકટ્રીકવાળા, જનરેટરવાળાને ત્યાં રિતસરનો તડાકો બોલ્યો હતો અને ખાસ કરીને લગ્નવિધી માટે બ્રાહ્મણો પણ મળતા ન હતાં, કેટલાક લગ્નમાં એક જ બ્રાહ્મણ બે થી ત્રણ જગ્યાએ જઇને સમુહલગ્ન અને યજ્ઞપવિતની વિધીઓ પુરી કરાવતાં હતાં.
જામનગર શહેર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મોટાભાગની જ્ઞાતિની વાડી, સાંસ્કૃતિક હોલ અને પાર્ટી પ્લોટ બુક થઇ ગયા હતાં, ૯૦ દિવસ પહેલા લોકોએ આ બુકીંગ કર્યુ હતું અને કેટલાક વાડીથી વંચીત રહી જતાં શેરી-ગલીઓમાં પણ મંડપ બાંધીને લગ્નોત્સવ ઉજવ્યો હતો. ગામડાઓમાં પણ વાડીના અભાવને કારણે સાંસ્કૃતિક હોલ અને ખુલ્લા પ્લોટમાં પણ લગ્નવિધી કરાવી હતી. આમ હવે એક મહીના સુધી એટલે કે ૧૪ જાન્યુઆરી સુધી સવારે ૮:૫૪ સુધી કોઇપણ જાતના શુભકાર્યો થઇ શકશે નહીં.