જામનગરની કીડ્ઝ એજ્યુકેર પ્રિ-સ્કૂલના ભૂલકાઓએ માણ્યો આનંદ મેળો

  • December 20, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આનંદ મેળામાં બાળકોના મનોરંજન માટે વિવિધ ગેમ્સ-રાઇડ્સનું આયોજન કરાયું

જામનગરમાં ગત તા. ૧૭-૧૨-૨૦૨૩ના રોજ કીડ્ઝ એડ્યુકેર પ્રી-સ્કુલ (વિકાસ ગૃહ રોડ) દ્વારા ૩ કે તેથી વધુ વર્ષના બાળકો માટે ખાસ ઓપન જામનગર આનંદમેલાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓએ ભાગ લીધો હતો.
આનંદમેલાની વિશેષતાઓની વાત કરીએ તો આ મેલાનું ઉદ્ઘાટન જ બાળકોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મેલામાં બાળકો માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડાન્સ, ડુઈટ યોર સેલ્ફ, રેમ્પ વોક, સેલ્ફી કોર્નર, પપેટ શો, પર્યાવરણ સુરક્ષિત રાખવા માટેની માહિતી આપવામાં આવી હતી, તેમજ બાળકોના મનોરંજન માટે વિવિધ ગેમ્સ, તેમજ રાઇડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષકો દ્વારા એક રૂમમાં અયોધ્યા નગરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમજ સંપૂર્ણ ગાથાને ચિત્રોના માધ્યમથી સમજવામાં આવેલ, જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. આ ઉપરાંતમાં જે બાળકોએ આનંદ મેલામાં હાજરી આપી હતી તે બાળકોને જીની એન્ડ જોની ગારમેન્ટસ દ્વારા ખાસ ગીફ્ટ વાઉચર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જૈન એડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડો. ભરતેશ શાહ, ટ્રસ્ટી માયાબેન શાહ, ટ્રસ્ટી અતુલ શાહ, મેનેજમેન્ટ મેમ્બર પરશોતમભાઈ પરમાર, મેનેજમેન્ટ મેમ્બર પ્રદીપભાઈ પરમાર, વિમલ ફોફરીયા (જૈનમ કલાસીસ), હેમલ શાહ (પ્રિન્સિપાલ-કીડ્ઝ એડ્યુકેર પ્રી-સ્કુલ, પંચેશ્વર ટાવર રોડ), માધવી જોશી (પ્રિન્સિપાલ-જંપસ્ટાર્ટ એડ્યુકેર) તેમજ આમંત્રિત મહેમાનોએ ખાસ હાજરી આપી હતી તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમગ્ર આનંદ મેલાને સફળ બનાવવા માટે રાધીકા એડ્યુકેર સ્કુલના પ્રિન્સિપાલ શિવાની આચાર્ય દ્વારા કીડ્ઝ એડ્યુકેર પ્રી-સ્કુલના કો-ઓર્ડિનેટર તેજલ ચંદરિયા, રાધીકા એડ્યુકેર સ્કુલ અને કીડ્ઝ એડ્યુકેર પ્રી-સ્કુલના તમામ સ્ટાફ તેમજ ઉપસ્થિત રહેલ મહેમાનો, વાલીઓ તેમજ બાળકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application