BREAKING NEWS

રાજકોટ ગ્રામ્યના પોલીસ જવાનનો રાજીનામાનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો

  • July 10, 2026 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતોના હક્ક માટે લડવા છ મહિના પહેલા રાજીનામું આપનાર ગ્રામ્ય પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડીયાએ પોતાનું રાજીનામું મંજૂર ન કરવા અને એસપી દ્રારા હેરાનગતિ તથા ધમકી આપવામાં આવી રહ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. જયારે આ મુદ્દે એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું છે કે, યુનિફોર્મમાં વીડિયો વાયરલ કરવા બદલ કોન્સ્ટેબલ વિદ્ધ ચાલી રહેલી ખાતાકીય ઇન્કવાયરી અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
આજે મીડિયા સમક્ષ આવેલા કોન્સ્ટેબલ સાગર ઝાપડીયાએ જણાવ્યું હતું કે, મારે ખેડૂતોના હક માટે લડવું હોય જેથી છ માસ પહેલા રાજીનામુ આપ્યું હતું, જે માં રાજીનામું મંજૂર ન થતા એસપીને બ મળી રાજીનામું મંજૂર કરવા માટે જણાવ્યું હતું. હત્પં આમ આદમી પાર્ટીથી પ્રેરિત હોય અને તેના થકી મારે ખેડૂતોના હક્ક માટે આંદોલન કરી ખેડૂત સેવા કરવી હોય જેથી તે અંગે પોલીસ વિભાગ દ્રારા આ રાજીનામું મંજૂર કરવામાં આવતું નથી.
ઉપરાંત જવાને આક્ષેપ કરતા કહ્યું હતં કે, મને અને મારા પરિવારને ધમકીઓ આપવામાં આવે છે, જેમાં મારી જિંદગી અને કરિયર બગાડી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી છે. આ રાજીનામુ મંજૂર કરવા અંગે રેન્જ આઈજી તેમજ ડીજીપી સુધી પણ રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. જો કે, મીડિયાને માહિતી આપતી વખતે જ ગ્રામ્ય પોલીસ દોડી આવી હતી અને કોન્સ્ટેબલની અટક કરી સાથે લઈ ગઈ હતી.
આ મામલે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલ સાગર ઝાપડીયાએ યારે રાજીનામું આપ્યું ન હતું ત્યારે ફરજ દરમિયાન એક વિડીયો બનાવી ખોટી અફવાઓ ફેલાવી હતી. જે અંગે તેમના વિદ્ધ ખાતાકીય તપાસ શ કરવામાં આવી હતી. જેથી હાલ તે ખાતાકીય તપાસ અંતિમ તબક્કામાં છે. જે તપાસ પૂર્ણ થયે તેના રાજીનામાં અંગેની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તે આરોપ કે આક્ષેપ લગાવી રહ્યા છે તદ્દન પાયા વિહોણા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News