સુખદેવસિંહની હત્યાનો મુદ્દો ગેહલોત સુધી પહોંચ્યો

  • December 07, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહગોગામેડીની હત્યા કેસમાં તેમની પત્નીએ ફરિયાદ નોધાવી છે. જેમાં તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ડીજીપીનો પણ ઉલ્લેખ છે. શીલાએ આરોપ લગાવ્યો કે સુખદેવે તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોત, ડીજીપી પાસે સુરક્ષા માંગી હતી, પરંતુ જવાબદારો દ્રારા જાણીજોઈને સુરક્ષા આપવામાં આવી ન હતી. ફરિયાદમાં પંજાબ પોલીસ, એટીએસનો પણ ઉલ્લેખ છે.


રાષ્ટ્ર્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે જયપુરના શ્યામ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યેા છે. નોંધાયેલા કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ડીજીપીનો પણ ઉલ્લેખ છે. શીલાએ આરોપ લગાવ્યો કે સુખદેવે તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોત, ડીજીપી પાસે સુરક્ષા માંગી હતી, પરંતુ જવાબદારો દ્રારા જાણી જોઈને સુરક્ષા આપવામાં આવી ન હતી


શ્યામ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં સુખદેવ સિંહ ગોગામેડીની પત્નીએ ઉલ્લેખ કર્યેા છે કે, છેલ્લા બે વર્ષથી તેના પતિનો જીવ જોખમમાં હતો. સતત ધમકીઓ મળી રહી હતી. તેને જોતા તેણે આ વર્ષે ૨૪ જાન્યુઆરી, ૧ માર્ચ અને ૨૫ માર્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજસ્થાનના ડીજીપી સહિત ઘણા વરિ અધિકારીઓને સુરક્ષા આપવા અંગે પત્ર લખ્યા હતા.


માત્ર એટલું જ નહીં, ૧૪ માર્ચે જયપુર એટીએસએ એડિશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ (ઈન્ટેલિજન્સ)ને પત્ર લખીને જાણ કરી હતી કે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનું કાવતં ઘડવામાં આવી રહ્યું છે. તો ૧૪ ફેબ્રુઆરીએ પંજાબ પોલીસે રાજસ્થાનના ડીજીપીને પત્ર લખીને જાણ કરી હતી કે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનું ષડયત્રં રચવામાં આવી રહ્યું છે. ઘણા ઈનપુટ મળવા છતાં, રાયના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ડીજીપી સહિતના જવાબદાર અધિકારીઓ દ્રારા મારા પતિને જાણી જોઈને સુરક્ષા પૂરી પાડવામાં આવી ન હતી. મંગળવારે રાષ્ટ્ર્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ ઘટનાને લોરેન્સ બિશ્નોઈગેંગના રોહિત ગોદારાએ અંજામ આપ્યો હતો.બીજી તરફ શ્યામ નગર પોલીસ સ્ટેશનના એસએચઓ મનીષ ગુાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હત્યાને અંજામ આપનાર બંને શાર્પ શૂટરની ધરપકડ

ગોગામેડી હત્યા કેસમાં રાજસ્થાન પોલીસે બંને હત્યારા રોહિત રાઠોડ અને નીતિન ફૌજીની ધરપકડ કરી છે. પોલીસે રોહિત રાઠોડની રાજસ્થાનના એક ગામમાંથી ધરપકડ કરી હતી યારે નીતિન ફૌજી હરિયાણાના મહેન્દ્રગઢમાંથી ઝડપાયો હતો. આ બંને રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારા ગેંગના શાર્પ શૂટર હતા. આ બંને ગુનેગારો વિદ્ધ યુએપીએ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application