ગુજરાત રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ગઈકાલે ભારતના ચૂંટણી પંચ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાજય સરહદ મતદાન પૂર્વેના ૪૮ કલાક પહેલા સીલ કરવા આદેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ચૂંટણી સંબંધીત ગુનાઓમાં સંડોવાયેલા ભાગેડુ હિસ્ટ્રીશીટર અને ગુનાગારો સાથે સંયુક્ત રીતે કાર્યવાહી કરવા જણાવાયું છે.
આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ગુજરાત સાથે સંકળાયેલી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતના રાજ્યોની સરહદો પર ચેકપોસ્ટ પર સઘન અને સરપ્રાઈઝ ચેકિંગ કરવામા આવશે. આંતરરાષ્ટ્રીય સરહદો પરથી ગેરકાયદેસર દારૂ રોકડ અને ડ્રગ્સના પ્રવાહને બંધ કરવા સૂચના આપવામાં આવી છે સીસીટી સાથે ચેક પોસ્ટ પર મોનિટરિંગને વધુ મજબૂત બનાવવા જણાવ્યું છે.
આ ઉપરાંત પોલીસ આબકારી પરિવહન જીએસટી અને વન વિભાગ દ્વારા સંયુક્ત ચેકિંગની કામગીરી કરાશે જ્યારે હેલિપેડ એરપોર્ટ બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન પર કડક ઙ્ગજર રાખવામાં આવશે પોલીસ દળ અને વિવિધ સ્ટેટસ એજન્સીઓને સાવધ રહેવા જણાવ્યું છે રાજ્યના મુખ્ય સચિવ, રાજ્યના પોલીસવડા ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓને નિષ્પક્ષ સ્વતંત્ર અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી થાય તેવો ચૂંટણી પંચે આગ્રહ રાખ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech