ઉધોગપતિએ કોર્ટમાં જાહેર કર્યું, 'હું તો ઓફિસ બોય છું' ભરણપોષણ ન ચૂકવું

  • December 04, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અંગેના કેસમાં જસદણના ઉધોગપતિએ હત્પં તો ઓફિસ બોય છું સહિતના કરેલા બચાવો નામંજૂર કરી પત્ની – બાળકોનું . ૪૬ હજાર ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યેા છે.
આ કેસની હકીકત મુજબ, હાલ રાજકોટ ખાતે ઝેનીથ–૧, કરણપાર્ક મેઈન રોડ, રાજનગર ચોક ખાતે માવતરે રહેતા નિશાબેન ગોપાલભાઈ પોપટે જસદણમાં દામોદર ઓઈલ મિલ અને યોગી જિનિંગ નામની પેઢી ધરાવતા તેમના પતિ ગોપાલ હરીશભાઈ પોપટ (હાલ રહે. નારોલ, નરોડા રોડ, બાપુનગર, અમદાવાદ) વિધ્ધ રાજકોટની ફેમિલી કોર્ટમાં પોતાનું તથા બાળકોનું ભરણપોષણ મેળવવા અરજી દાખલ કરી હતી. જેમાં જણાવેલ કે, લના આશરે ૧૯ વર્ષ સાથે રહ્યા બાદ પતિએ તેમને તથા બાળકોને તરછોડી દીધેલ. બંને સાથે રહેતા હતા તે દરમ્યાન નીશાબેનને તેના પતિ ખુબજ ઝનુની સ્વભાવને કારણે વાતવાતમાં અપશબ્દો બોલી કોઈપણ વાંક ગુના વગર નિશાબેનના પિતા, ભાઈ વિશે ખરાબ શબ્દો બોલી અપમાનીત કરતા અને બાળકોની હાજરીમાં પણ ગેરવર્તણુકં અને ઘરમાં પડેલ વસ્તુઓના છુટા ઘા કરતા હોવાની વિગતવાર હકીકત જણાવતી અરજી કરી હતી. આ આરજીનો કેસ ચાલતા ફેમિલી કોર્ટમાં પતિ ગોપાલ પોપટે આર્થિક સ્થિતિ તેના મોટા બેન્ક ટ્રાન્ઝેકશનની વિગત તેમજ ધમધોકાર બિઝનેશ ધરાવતા હોવા છતા કોર્ટમાં સોગદં ઉપર . ૧૫૦૦૦માં ઓફીસ બોય તરીકે અમદાવાદ મુકામે નોકરી કરે છે તેવી ખોટી હકીકત પતિ ગોપાલ પોપટે જણાવી હતી. જેમાં અરજદાર નિશાબેનના વકીલ મહેશ ત્રિવેદીએ પતિની કોર્ટ સમક્ષ ઉલટ તપાસ લીધી હતી. જેમાં વિરોધાભાસી હકીકતો રેકર્ડ ઉપર આવેલ. કોર્ટે પતિની ઈન્કમ તથા લકઝરીયસ લાઈફ સ્ટાઈલ અને સામે આવેલી હકીકતો ધ્યાને લઈ પત્ની તથા બાળકોનું માસીક .૪૬,૦૦૦ ભરણપોષણ મંજુર કરેલ છે. આ કેસમાં અરજદાર પરિણીતા વતી સિનિયર ધારાશાક્રી મહેશ ત્રિવેદી, કિરીટ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોષી, ઘનશ્યામ અકબરી, હર્ષ ત્રિવેદી, પાર્થ વાઘેલા, મયકં હર્ષ, મૌલીકસિંહ ડોડીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application