ભાવનગર જિલ્લાના પીથલપુર ગામ નજીક બે દાયકા પૂર્વે કોળી સમાજના નેતા, રાજ્ય મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરષોત્તમ સોલંકી પર બનેલી હુમલાની ઘટનાનું એજ સ્થળે પુનરાવર્તન થયું હતું. જેમાં મંત્રીના પુત્ર સહિત પીથલપુર ગામે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા મંત્રી પુત્રની કાર પર પથ્થરમારો કરી નુકશાન પહોંચાડ્યું હતું.આ ઘટના બાદ પથ્થરમારાંની ઘટનામાં સામેલ એકની ઓળખ થયા બાદ તે શખ્સ સહિત ૩ સામે ઘોઘા પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો હતો. ૨૦વર્ષ પૂર્વે જ્યારે હુમલાની ઘટના ઘટી ત્યારે પણ ચુંટણીનો માહોલ હતો અને તાજેતરની ઘટના પણ લોકસભાની ચુંટણીના સમયગાળા દરમ્યાન બનતા ભાવનગર જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય મંત્રી પરષોત્તમ સોલંકીનો પુત્ર દિવ્યેશ સોંલકીની કારના ચાલક
રવીભાઇ બકુલભાઇ રાણા (ઉ.વ.૩૨, રહે. ભાવનગર દેસાઇનગર, લક્ષ્મીનગર, ફ્લેટ નં.૧૦૨)એ ઘોઘા પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે. છેલ્લા અઢી વર્ષથી દિવ્યેશભાઈ પરશોત્તમભાઇ સોલંકીની ગાડીનું ડ્રાઇવીંગ કરે છે. ત્યારે ગત તા.૩૦-૦૩ના રાત્રીના આશરે પોણા અગીયારેક વાગ્યાના સમયે દિવ્યેશભાઇ તથા બુધેશભાઇ જાંબુચા દિવ્યેશભાઇની ડિફેન્ડર કંપનીની ગાડી જેના આર.ટી.ઓ. રજી.નંબર જીજે ૧૮ ઇબી ૨૫૨૮ ની લઇને ભાવનગરથી પીથલપુર (કુકડ) ગામે રામાપીરના આખ્યાનના પ્રોગ્રામ હોય જેથી ત્યાં હાજરી આપવા માટે ગયા હતા. અને પીથલપુરથી કાર્યક્રમ પુરો કરી ભાવનગર ખાતે પરત આવવા નીકળ્યા હતા. અને પીથલપુરથી આશરે અડધો કિલોમીટર દુર આવતા પીથલપુર ગામની પ્રાથમીક શાળા પાસે પહોંચતા મોડી રાત્રીના આશરે સવા બારેક વાગ્યના સમયે અચાનક ગાડી ઉપર પત્થરના છુટા ઘા રોડની બાજુમા આવ્યા હતા.
પ્રાથમીક શાળામાંથી ગાડીના ડ્રાઇવર સાઇડના આગળના તથા પાછળના દરવાજા પર છૂટા ઘા થવાનો અવાજ આવેલ જેથી તરત જ ગાડી ઉભી રાખતા તે સમયે બીજા પણ ત્રણ ચાર ઘા થયા હતા. જે ગાડીની બાજુમાથી પસાર થઇ ગયેલ અને બાદમાં આજુ બાજુમા મોબાઇલની તથા ગાડીની લાઇટથી તેમજ સાથેની બીજી ગાડીની લાઈટોથી તપાસ કરેલ જેથી ત્રણ શખ્સોને ભાગતા જોયેલા અને જેમાથી એક વ્યક્તિએ કાળા તથા ગ્રે-કલરની લાઇનીંગ વાળો શર્ટ તેમજ ખભા પર લાલ કલરની લુંગી રાખેલ હતી. તેમજ બીજા વ્યક્તિએ કાળા તથા લીલા કલરની મોટી ચેક્સ વાળો આખી બાઈનો શર્ટ પહેરેલ હતો અને ત્રીજા વ્યક્તિએ ક્રિમ કલરનો આછી બ્લુ કલરની લાઈનીંગ વાળો ચેક્સનો શર્ટ પહેરેલ હતો અને માથા ઉપર ટોપી પહેરેલ હતી. અને આ વખતે ત્યાંથી બીજા મોટસ સાયકલ સવારો પસાર થયેલ અને તેઓએ જણાવેલ કે કોઇ ત્રણ જણા દોડિને જતા રહેલ છે. અને ચર્ચા કરતા હતા ત્યારે આ દોડિને ભાગેલ તે પૈકીનો ખંભે લુંગી નાખેલ છોકરો આવેલ અને શુ થયુ છે તેમ પુછવા લાગેલ જેથી અમો તેને ઓળખી ગયેલ અને તે નામ પુછતા બ્રીજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ (રહે. ઓદરકા ગામ) હોવાનુ જણાવેલ અને બાદમાં ઘોઘા પોલીસમાં જાણ કરેલ હતી. અને ત્યાંથી નીકળી ગયા હતા. બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ તથા તેની સાથેના અન્ય બે અજાણ્યા શખ્સો જે ત્રણેય શખ્સોએ એક સંપ કરી ઉપરોક્ત નંબરની ડિફેન્ડર ફોર વ્હિલ કાર ઉપર છુટા પત્થરોના ઘા કરી ગાડીના ડ્રાઇવર સાઇડના આગળના દરવાજા પર તથા પાછળના દરવાજાને
નુકશાન કરેલ કર્યું હતું. પોલીસમાં આ અંગે ઘોઘા પોલીસે આઈપીસી કલમ ૩૩૬, ૪૨૭, અને ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. લોકસભા ચુંટણીના માહોલમાં બનેલી ઘટનાના પગલે જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech