ફલ્લામાં ગૌ સત્સંગમાં ગાયનું મહત્વ સમજાવાયુ

  • March 08, 2025 01:11 PM 


જામનગર તાલુકાનાં ફલ્લા ગામે આવેલ હરી ગૌશાળા ખાતે મહેતા પરિવાર દ્વારા આયોજીત ત્રિદિવસીય લક્ષ્મીનારાયણ યજ્ઞ અંતર્ગત ગૌ સત્સંગનું આયોવજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા ભાગવત કથાકાર શાસ્ત્રી મેહુલભાઇ જોષીએ ગાયનું મહત્વ સમજાવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગૌસેવાએ ખુબ જરૂરી છે.


ગાય એ સ્વર્ગલોક ચડવાની સીડી છે. અને વેદ, ઉપનિષદ રામાયણ ભાગવત, પદમપુરાણ, સ્કંદપુરાણ, વગેરેમાં ગાયનો મહીમા છે. આ કાર્યક્રમમાં હરીરામઅદા મહેતા, શાસ્ત્રીજી હરેશભાઇ મહેતા, ભરતભાઇ મહેતા, અમીતભાઇ મહેતા, આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News