સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમીનો પ્રકોપ લોકો અનુભવી રહ્યા છે. હવામાન વિભાગે આજે કચ્છમાં ગરમી માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભાવનગર બોટાદ અને સાબરકાંઠામાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે ભાવનગર અને કચ્છ જિલ્લામાં રાત્રિનું તાપમાન પણ પ્રમાણમાં ઊંચું રહે તેવી શક્યતા છે.
આવતીકાલે રાજકોટમાં યલો એલર્ટ
આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ માટે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુરુવારે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીના મામલે થોડી રાહત રહેશે અને માત્ર બનાસકાંઠા તથા સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ગરમી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુરુવારથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુરુવારથી ગરમીના મામલે થોડી રાહત રહેશે અને હિટ વેવના તમામ પ્રકારના એલર્ટ પાછા ખેંચી લેવાશે. ગુરુવારથી ચાર દિવસ દરમિયાન ગરમીના પ્રમાણમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા છે.
રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 44.2 ડીગ્રી નોંધાયું
સોમવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 44.2 ડીગ્રી નોંધાયું હતું જે વર્તમાન સીઝનના આ સમયગાળામાં હોવું જોઈએ તેના કરતાં 5.2 ડિગ્રી વધુ હતું. અમરેલીમાં 43.8 ભાવનગરમાં 40.7 ભુજમાં 42.9 ડીસામાં 43.2 અમદાવાદમાં 42.9 વડોદરામાં 41.6 ગાંધીનગરમાં 42.9 અને સુરતમાં 40.4 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાત જેવી જ ભીષણ ગરમીનો સામનો રાજસ્થાન હરિયાણા ચંદીગઢ દિલ્હી પંજાબ મધ્યપ્રદેશના લોકો કરી રહ્યા છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું છે. અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂકાઈ રહ્યા છે અને તેના કારણે આજે સવારે દ્વારકામાં 92 જામનગરમાં 89 કંડલામાં 81 નલિયામાં 78 ઓખામાં 89 પોરબંદરમાં 87 રાજકોટમાં 76 અને વેરાવળમાં 72% ભેજ સવારે નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech