લક્ષ્ય જેના ઉચા હોય,જીવનમાં પરીક્ષા એની જ સખ્ત હોય

  • September 25, 2024 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની શ્રી મહેર શક્તિ સેના દ્વારા શીશલી ગામની યુવતીનું કે.બી.સી.માં પચ્ચીસ લાખ ‚પિયા જીતવા બદલ સન્માન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરની સામાજિક સંસ્થા શ્રી મહેર શક્તિ સેના દ્વારા તાજોતરમાં જ ઈન્ટરનેશનલ ચેનલ સોની પરથી અમિતાભ બચ્ચન દ્વારા પ્રકાશિત થતી કોન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના શિશલી ગામના ખેડુત પુત્રી જયાબહેન ઓડેદરા પોતાના જ્ઞાન,બુધ્ધિ, કૌશલ્યથી પચ્ચીસ લાખ જેવી માતબર રકમ જીતી આવી છે.તે બદલ જયા બહેનને સન્માનિત કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ,
આ તકે કાર્યક્રમનું સુંદર સંચાલન  સમાધાન સમિતિના અધ્યક્ષ  નૌધણભાઈ મોઢવાડીયાએ કર્યું હતુ, પ્રમુખ  કરશનભાઈ ઓડેદરા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યુ હતુ, આ સાથે સમાજના કલા શ્રેષ્ઠી  રાણાભાઇ સીડા દ્વારા  આવા પ્રતિભાશાળી યુવાવર્ગને સાથ સહકારને માર્ગદર્શન પુ‚ પાડી સામાજીક પ્લેટફોર્મ પુરૂ પાડવા આહ્વાન કર્યું હતુ.જ્યારે સંસ્થાના મહિલા ઉપપ્રમુખ  મંજુલાબેન બાપોદરા દ્વારા જયાબેનનું સાલ ઓઢાડી  સન્માન કરવામાં  આવ્યુ હતુ,આ તકે સંસ્થાના તમામ હોદેદારોને બહારથી આવેલા મહેમાનો દ્વારા પણ પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.જયાબેને પોતાના અનુભવો જણાવતા કહ્યું કે, હોટ શીટ પર બેસવું ખરેખર હિંમતની દાદ માંગી લે તેવું કપરું કામ છે. 
ત્યાંનો માહોલ સ્ટુડિયોનું વાતાવરણ સામે બેઠેલા શિક્ષત ઓડિયન્સને ખાસ તો સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સામે વાત કરતા હાથ-પગ ધ્રુજી જાયને વિશેષ વાત તો એ હતી કે જયાબેને કે,બી,સી, માં જવાનું થયા પહેલા ત્યારે પંદર દિવસ પહેલા જ તેમના માતાનું અવસાન થયું હતુ,
આવી કપરી પરિસ્થિતિમાં પણ દિકરી હિંમત હાર્યા વગર પોતાના લક્ષ્ય સુધી પહોંચી એ જ એમની સાચી કસોટી કહી શકાય એ પાર કરી આવી આ તકે સંસ્થાના સ્થાપક  લીલાજીભાઈ ઓડેદરાએ પણ પોતાની આગવી શૈલીમાં બહેનને અભિનંદન પાઠવ્યા હતા.જયાબેનના પરીવાર તરફથી પણ બહોળી સંખ્યામાં પરીવારજનો ઉપસ્થિત રહ્યા હતા,
આ તકે શ્રી શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ પરબતભાઇ ડેગીયા, મહિલા ઉપપ્રમુખ  મંજુલાબેન બાપોદરા, નૌઘણભાઈ મોઢવાડીયા, મહામંત્રી રમેશભાઈ કેશવાલા પોરબંદર તાલુકા પ્રમુખ દેવાભાઈ કડછા, કુતિયાણા તાલુકા પ્રમુખ વિજયભાઈ ઓડેદરા, પ્રતાપભાઈ કેશવાલા, ભાણવડથી સવદાસ આતા, લખનભાઇ, લખુભાઈ, રામભાઇ ઓડેદરા સહિતના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જયાબેનને શુભેચ્છા પાઠવી કાર્યક્રમનું સમાપન પ્રતાપભાઈ કેશવાલાએ કર્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application