ભરતનગરના યુવાનનું હૃદય ધબકતુ અટકી ગયું

  • September 10, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરમાં નાની વયે હદયરોગથી મૃત્યુ થવાની ઘટનાઓ ઘટી રહી છે. આજે વધુ એક ઘટના સામે આવી છે જેમાં શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતો યુવાનને  આજે વ્હેલી સવારે પોતાના ઘરે નિત્યક્રમ નીપટાવી રહ્યો હતો ત્યારે તેના અચાનક છાતીમાં મુંજારો થતા બેશુદ્ધ બનતા પરિવારજનોએ યુવાનને ૧૦૮ મારફત સારવાર માટે  તાબડતોબ સર્ટી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે સર્ટી હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કરતા યુવાનના પરિવારજનોમાં ભારે શોક છવાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભરતનગર વિસ્તારમાં ત્રણ નંબરના બસ સ્ટેન્ડ નજીક રહેતા ભાવેશભાઈ કાંતિભાઈ સોંડાગર (ઉ. વ. ૩૧)આજે વ્હેલી સવારે પોતાના ઘરે નિત્યક્રમ નીપટાવી રહ્યો હતો ત્યારે અચાનક જ તેના છાતીમાં મુંજારો થતા બેશુદ્ધ બનતા ભાવેશભાઈના પરિવારજનોએ ૧૦૮ મારફત સારવાર માટે તાબડતોબ સર્ટી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે ભાવેશભાઈને તપાસી મૃત જાહેર કરતા ભાવેશભાઈ ના પરિવારમાં ભારે શોક છવાયો હતો. આ અંગે હોસ્પિટલ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News