સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદની તબિયત અચાનક બગડી ગઈ છે. તેને ફેફસામાં ચેપ લાગ્યો છે અને તેની એન્ટિબાયોટિક સારવાર ચાલી રહી છે. રોયલ કોર્ટે કિંગના સ્વાસ્થ્ય અંગે વિગતો આપી હતી. આ પહેલા શાહ સલમાનને તાવ અને સાંધાના દુખાવાની ફરિયાદ હતી. આ માટે તેમનો મેડિકલ ટેસ્ટ જેદ્દાહના અલ–સલામ પેલેસમાં કરવામાં આવશે એક મહિનાથી ઓછા સમયમાં આ બીજી વખત છે યારે ૮૮ વર્ષીય રાજાની તબિયત અચાનક બગડી છે.
રવિવારે હાથ ધરવામાં આવેલા પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે રાજાને ફેફસામાં ચેપ છે અને યાં સુધી બળતરા દૂર ન થાય ત્યાં સુધી ડોકટરો એન્ટિબાયોટિક સારવાર પર વિચાર કરી રહ્યા છે.કિંગ સલમાન ૨૦૧૫ થી સિંહાસન પર છે, જોકે તેમના પુત્ર, ૩૮ વર્ષીય મોહમ્મદ બિન સલમાનને ૨૦૧૭માં ક્રાઉન પ્રિન્સ બનાવાયો હતો અને તે શાસક તરીકે સેવા આપે છે. વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ નિકાસકાર સાઉદી અરેબિયા વર્ષેાથી કિંગ સલમાનની તબિયતને લઈને અટકળોને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કિંગના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી
રાજાના સ્વાસ્થ્ય વિશે ભાગ્યે જ ચર્ચા કરવામાં આવે છે, પરંતુ રોયલ કોર્ટે એપ્રિલમાં જાહેર કયુ હતું કે તેમને નિયમિત તપાસ માટે કિંગ ફૈઝલ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ, તેઓ મે ૨૦૨૨ માં હોસ્પિટલમાં દાખલ થયા હતા, યારે તેઓ કોલોનોસ્કોપી માટે ગયા હતા.કિંગ સલમાને ૨૦૨૦ માં તેમના પિત્તાશયને દૂર કરવા માટે સર્જરી કરાવી હતી. તેમને માર્ચ ૨૦૨૨માં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કિંગ સલમાને દાયકાઓ સુધી રિયાધના ગવર્નર અને સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech