ક્યારેક રાત્રે સૂતા પહેલા કંઈક ખાવાનું મન થાય છે. જો ક્યારેક થતું હોય તો તે સામાન્ય છે પરંતુ જો દરરોજ રાત્રે સૂતા પહેલા કંઈક મીઠું(ગળ્યું) કે ખારો ખોરાક ખાવાની તીવ્ર ઇચ્છા હોય તો તે તમારા શરીરમાં કેટલાક જરૂરી પોષક તત્વોની ઉણપ સૂચવી શકે છે. ઘણીવાર આપણે આવા સંકેતોને અવગણીએ છીએ, જે પાછળથી ગંભીર બની શકે છે. તેથી, જો રાત્રે વારંવાર મીઠું કે નમકીન ખાવાની ઇચ્છા થતી હોય, તો એકવાર તપાસ કરાવી જોઈએ.
રોજ રાત્રે મીઠાઈ ખાવાની ક્રેવિંગ કેમ થાય છે?
જો દરરોજ રાત્રે મીઠાઈ ખાવાની ઇચ્છા થાય છે તો તે શરીરમાં ક્રોમિયમ, મેગ્નેશિયમ અથવા બી-કોમ્પ્લેક્સ વિટામિન્સની ઉણપ સૂચવી શકે છે. વાસ્તવમાં, મેગ્નેશિયમ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તેની ઉણપ ઇન્સ્યુલિનનું સ્તર વધુ ખરાબ કરી શકે છે, જેના કારણે વારંવાર મીઠાઈ ખાવાની ઇચ્છા થઈ શકે છે. આ ઉપરાંત, જો પૂરતી ઊંઘ ન મળે અથવા તણાવમાં હોવ તો શરીર વધુ કોર્ટિસોલ હોર્મોન મુક્ત કરે છે જે શુગરની ક્રેવિંગને ઉત્તેજિત કરે છે.
રોજ રાત્રે કેમ નમકીન કે સોલ્ટી ખોરાક ખાવાની ઈચ્છા થાય છે?
જો રાત્રે ચિપ્સ, સ્નેક્સ કે પાપડ જેવા ખોરાકની ઇચ્છા થવા લાગે તો તે શરીરમાં સોડિયમ, પોટેશિયમ અથવા ક્લોરાઇડ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપનો સંકેત હોય શકે છે. વધુ પડતો પરસેવો, વધુ પડતી કસરત અથવા ડિહાઇડ્રેશનને કારણે આવા ખોરાકની ક્રેવિંગ વધે છે. આ ઉપરાંત, ક્યારેક તે તણાવનું કારણ પણ બની શકે છે.
કેવી રીતે ઓળખવું?
જો દરરોજ રાત્રે એક જ સમયે ખાવાની ઇચ્છા થતી હોય તો તે આદત હોય શકે છે પરંતુ જો ક્રેવિંગનો સમયગાળો અને તીવ્રતા ખૂબ વધારે હોય તો તે પોષણની ઉણપને કારણે હોય શકે છે.
આ સાથે જ જો દિવસભર પોષણ પર ધ્યાન આપી રહ્યા છો છતાં આવી ક્રેવિંગ થઈ રહી છે તો એકવાર ચોક્કસ તપાસ કરાવવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech