ગુજરાત સરકારને રખડતા ઢોર ટ્રાફિકની સમસ્યાને લઈને હાઇકોર્ટે ગઈકાલે ઉધડો લીધો છે જેમાં ગેરકાયદેસર પાકિગ અને દબાણના મામલે વારંવાર હાઇકોર્ટ દ્રારા હુકમ કરવામાં આવ્યા છે છતાં સરકારે કોઈ નિર્ધારિત દિશામાં પગલાં લીધા નહીં હોવાનો આક્રોશ વ્યકત કર્યેા હતો રાય સરકાર દ્રારા આ કામગીરીને લઈને ઉદાસીનતા રાખવામાં આવતી હોવાનું નોંધ્યું છે. અને સરકાર ઈચ્છે તો રાયના શહેરોમાં ટ્રાફિક અને પાકિગની સમસ્યાનું નિરાકરણ આવી જ જાય રાયમાં હેલ્પલાઇન નંબર શ કરવા જણાવ્યું હતું હાઇકોર્ટના હત્પકમનું પાલન ન થતા કન્ટેન્ટમાં સરકારને આવા પ્રકારની તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ રાય સરકાર તરફથી આવી વેબસાઈટ અને હેલ્પલાઇન ૧૦ દિવસ તૈયાર કરવામા લાગશે તેમ જણાવયુ હતુ.
રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગેા–ટપાથ પર ગેરકાયદે પાકગ–દબાણો મુદ્દે હાઇકોર્ટના વારંવારના હત્પકમોનું પાલન નહી થતાં થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ બ હાજર રહેવાની ફરજ પડી હતી. જસ્ટિસ એ.વાય.કોગજેની ખંડપીઠે બંને સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓને રાજય સરકાર, ટ્રાિટ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશન અને પોલીસ ઓથોરીટીની નિષ્કાળજી અને ફરમાં બેદરકારી પરત્વે વાકેફ કરી નાગરિકોની આ તમામ ફરિયાદો માટે એક રાજયવ્યાપી હેલ્પલાઇન નંબર અને વેબસાઇટ બનાવવા સૂચન કયુ છે. સાથોસાથ એવી પણ ટકોર કરી હતી કે, જો સરકાર કામ કરે તો શહેરમાં ટ્રાફિક, પાકિગની સમસ્યાનું નિરાકરણ આવી જ જાય.
ખંડપીઠે યોગ્ય પ્લાનીંગ સાથે વિકાસ કરવા અને નાગિરકોને હાલાકીની ફરિયાદ ના રહે તે પ્રકારે ઉપરોકત સમસ્યાઓનું કાયમી નિરાકરણ લવાય તે જોવા હાજર સરકારના બંને ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી હતી.
ખંડપીઠે સરકાર અને અમ્યુકો સત્તાધીશોને રોકડુ પરખાવ્યુ હતું કે, અમદાવાદમાં ૨૪થી ૪૮ કલાકમાં પડેલા ૧૧ ઈંચ વરસાદમાં બધુ સ્પષ્ટ્ર થઇ ગયુ છે.એટલે કે, તમામ વિસ્તારોમાં જળબંબાકાર અને ઉંડા ભરાયેલા વરસાદી પાણી વચ્ચે સત્તાવાળાઓની પોલ ખુલી ગઇ છે અગાઉ પણ ગુજરાતમાં આવો વરસાદ પડયો જ છે. તમે યોગ્ય પ્લાનીંગ કરો છો કે કેમ તે પણ શંકા છે..? માત્ર ચાર ઈંચ વરસાદમાં પણ નાગરિકો ભયંકર હાલાકીમાં મૂકાઇ જાય છે.
હાઈકોર્ટે સરકારના કોર્ટ બ હાજર રહેલા બંને ઉચ્ચ રાજયભરમાં ટ્રાફિકની જટિલ સમસ્યા, જાહેર અધિકારીઓને ખ્યાલ આપ્યો હતો કે, અમદાવાદ શહેર સહિત રસ્તાઓ અને ફુટપાથ પર ગેરકાયદે પાકિગ, રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના અનેક મુદ્દાઓ પર ગુજરાત હાઇકોર્ટે વર્ષ ૨૦૧૮ પછી લગભગ ૬૦ જેટલા હત્પકમો કર્યા હોવાછતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો આવ્યો નથી અને તમારા સરકારના, ટ્રાકિક વિભાગના, અમ્યુકોના કે પોલીસ ઓથોરીટીના સત્તાવાળાઓ દ્રારા કોઇ જ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી નથી. છ વર્ષ સુધી કઇં થયુ નથી, તેથી હવે છ વર્ષ બાદ સોલ્યુશન નહી, અમલીકરણ જ કરવાનું હોય.
હાઇકોર્ટે બહત્પ માર્મિક ટકોર કરી હતી કે, કોર્ટમાં આ કન્ટેમ્પ્ટ કેસમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને કોર્ટને સત્તાવાળાઓ પાસે શું અપેક્ષા છે..? તે જણાવવા માટે આ બંને અધિકારીઓને કોર્ટ રૃબરૃ બોલાવાયા છે. ખંડપીઠે સરકારને બહત્પ મહત્ત્વની સીધી પૃચ્છા કરી હતી કે, ગેરકાયદે પાકિગ, ટ્રાિટ, બિસ્માર રસ્તાઓ, ખાડા, રખડતા ઢોરોના ત્રાસ સહિતની સમસ્યાઓ મુદ્દે સમગ્ર રાજયમાં એક હેલ્પલાઇન નંબર અને વેબસાઇટ હોવા જોઇએ, જેની પર નાગરિકો ગમે ત્યારે ફરિયાદ કરી શકે અને સત્તાવાળાઓ તેનો તરત જવાબ આપી તાત્કાલિક નિરાકરણ કરે. કોર્ટની આ પૃચ્છાના પ્રત્યુત્તરમાં સરકારપક્ષ તરથી જણાવાયું કે, આવી હેલ્પલાઇન કે વેબસાઇટ તૈયાર કરવામાં દસેક દિવસ લાગે.
સરકાર અને સત્તાવાળાઓનું ખાસ ધ્યાન દોર્યુ હતું કે, તમારા પ્લાનીંગમાં હજુ ખામી છે. ખાસ કરીને શહેરના કોટ વિસ્તારમાં પાણી ભરાવાની બહત્પ સમસ્યા દેખાતી નથી, વડોદરામાં પણ જૂના વિસ્તારમાં બહત્પ તકલીફ જણાઇ નથી. જૂના વિસ્તારોમાં પાણી ભરાતુ નથી. રોડ–રસ્તાઓની કાળજીને લઇ હાઇકોર્ટે ટકોર કરી કે, બીટુમીંન અને પાણી એકબીજાના દુશ્મન એટલે વિકસિત રાષ્ટ્ર્રોની જેમ હવે સિમેન્ટ–કોક્રીટ (આરસીસી)ના રોડ બની રહ્યા છે.
જસ્ટિસ એ.વાય કોગજેની ખંડપીઠે સરકારને સવાલ કર્યેા હતો કે વિકસિત રાષ્ટ્ર્રો અને આપણાં ત્યાં રોડ–રસ્તા બનાવવાનો ખર્ચ કેટલો...?? સરકારે એકરાર કર્યેા હતો કે, થોડા વરસાદમાં પણ રોડની સરફેસ ઘસાઇ જાય કે ધોવાઇ જાય છે. જેથી હાઇકોર્ટે જણાવ્યું કે, દર વર્ષે ગુજરાતમાં આવું થયા કરે છે. લોકોના ઘરની બહાર રોડ બને તે, રોડ તેમના ઘરના લેવલથી ઉપર બને અને તેથી વરસાદી પાણી ભરાય ત્યારે પાણી તેમના ઘરોમાં ઘૂસે છે એવી લોકોની ફરિયાદ છે.આમ ગઈકાલનું સુનાવણી દરમિયાન સરકારને વિવિધ મોરચે હાઇકોર્ટ ઘેરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech