વડાપ્રધાનના આગમન ટાણે જાહેર થયેલી હડતાલથી સરકાર જાગી

  • September 09, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તારીખ ૧૭ સપ્ટેમ્બરે ગુજરાત રાજયના સચિવાલય સહિત તમામ સરકારી કચેરીઓએ પેનડાઉન કરવાની જાહેરાત કરી છે ગુજરાત રાય કર્મચારી મહામંડળ દ્રારા આપવામાં આવેલા એલાનને લઈને આજે યુનિયન સાથે મંત્રી સ્તરની બેઠક યોજાનાર છે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે મળનારી આ બેઠક પર આજે સૌની નજર છે.બીજુ ભૂતકાળમાં રાય સરકારના ઠાલાં વચનોથી માની જઈને અનેકવાર મહામંડળ દ્રારા આંદોલનમાં પીછેહઠ થઈ છે ત્યારે આજે યોજાનારી મંત્રીસ્તરની બેઠક ઉપર સૌ કર્મચારીઓની નજર રહેશે.
ગુજરાતમાં નવી પેન્શન યોજના યુનિફાઇડ પેન્શન સ્કીમ સામે વિરોધ જાહેર કરીને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ સાથે વિવિધ પડતર પ્રશ્નોના મામલે સરકારી કર્મચારીઓના સૌથી મોટા યુનિયન ગુજરાત રાય કર્મચારી મહામંડળે ૧૭મી સપ્ટેમ્બરે રાયભરમાં સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં પેનડાઉન હડતાળ યોજવાની જાહેરાત કરતાં રાય સરકાર સફાળી જાગી છે.આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમા છે.પરિણામે મુખ્યમંત્રીની સીધી સૂચનાથી મહામંડળના આગેવાનોને વાટાઘાટ માટે બોલાવવામા આવ્યા છે.
મહામંડળ દ્રારા ૧૭મીની પેનડાઉન સ્ટ્રાઇક બાદ આકટોબરના તમામ રવિવારોએ ઝોનવાર એકઠા થઈ દેખાવો યોજવાની પણ જાહેરાત કરેલી છે. મહામંડળના આગેવાનો કહે છે કે, આંદોલન સંદર્ભે અમાં વલણ સ્પષ્ટ્ર છે. રાય સરકારી કર્મચારીઓ અધિકારીઓને એનપીએસ કે યુપીએસ ખપતી નથી,કેમ કે આ યોજનાઓમાં પેન્શનધારકોનું શોષણ થઈ રહ્યું છે તેથી જૂની પેન્શન સ્કીમ જ લાગુ કરવાની અમારી માગ છે. તદઉપરાંત ફિકસ પગારની પ્રથામાં નવા જોડાયેલા કર્મચારીઓનું શોષણ થતું હોઈ વર્ષેાથી આ પ્રથા બધં કરવાની માગ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application