છેલ્લા પાંચ વર્ષમાં આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થયો હોવા છતાં પેટ્રોલ–ડીઝલના મોંઘા ભાવથી સામાન્ય લોકોને રાહત મળી નથી. પરંતુ આ પાંચ વર્ષમાં કેન્દ્ર અને રાય સરકારોએ પેટ્રોલ અને ડીઝલ પર ટેકસ લાદીને તેમની તિજોરી ચોક્કસપણે ભરી છે. સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી સામે આવી છે. નાણાકીય વર્ષ ૨૦૧૯–૨૦ થી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ ના પ્રથમ ત્રિમાસિક એપ્રિલ–જૂન સુધી, કેન્દ્ર અને રાય સરકારોએ પેટ્રોલ ડીઝલ પર ટેકસ દ્રારા ૩૬.૫૮ લાખ કરોડ પિયાની કમાણી કરી છે.
રાયસભામાં પ્રશ્નકાળ દરમિયાન, કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ પેટ્રોલિયમ મંત્રાલયને મે ૨૦૧૯ થી પેટ્રોલ ડીઝલ પર સેન્ટ્રલ એકસાઇઝ ડુટી, અન્ય કર અને સેસ લાદવાથી એકત્રિત કરેલી આવક વિશે માહિતી માંગી હતી. આ પ્રશ્નના લેખિત જવાબમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રાય મંત્રી સુરેશ ગોપી દ્રારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૯–૨૦થી નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ના પ્રથમ ત્રિમાસિક એપ્રિલ–જૂન સુધી, કેન્દ્ર અને રાય સરકારોએ મળીને ૩૬, ૫૮,૩૫૪ કરોડની વસૂલાત કરી છે. યારે ૨૦૧૯–૨૦ થી ૨૦૨૩–૨૪ સુધીના છેલ્લા પાંચ નાણાકીય વર્ષેા દરમિયાન કેન્દ્ર અને રાય સરકારોએ ટેકસ દ્રારા ૩૫ લાખ કરોડ પિયાની કમાણી કરી છે.
પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાય સરકાર દ્રારા વસૂલવામાં આવેલા ટેકસ પર નજર કરીએ તો કુલ ૩૬,૫૮,૩૫૪ કરોડ પિયાના ટેકસમાંથી ૨૨,૨૧,૩૪૦ કરોડ પિયા કેન્દ્ર સરકારની તિજોરીમાં ગયા છે. યારે રાય સરકારે તેનો ટેકસ એટલે કે વેટ લાદીને . ૧૪,૩૭,૦૧૫ લાખ કરોડ એકત્ર કર્યા છે. એટલે કે, પાંચ નાણાકીય વર્ષ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર એકત્રિત કરાયેલા . ૩૬.૫૮ લાખ કરોડના ટેકસમાંથી ૬૦ ટકા કેન્દ્ર સરકાર દ્રારા એકત્રિત કરવામાં આવ્યા છે યારે ૪૦ ટકા રાયની તિજોરીમાં ગયા છે.
રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૯૪.૭૭ પિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. જેમાં ડીલરોને એકસાઈઝ ડુટી અને વેટ સિવાય ૫૫.૦૮ પિયા પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ ઉપલબ્ધ કરાવામાં આવે છે. યારે એકસાઇઝ ડુટી, ડીલર કમિશન અને વેટનો હિસ્સો . ૩૯.૬૯ છે. પેટ્રોલના ભાવમાં કેન્દ્ર અને રાય સરકારો દ્રારા વસૂલવામાં આવતા ટેકસનો હિસ્સો ૩૭.૨૪ ટકા છે. યારે રાજધાની દિલ્હીમાં ડીઝલની કુલ કિંમતમાં ટેકસનો હિસ્સો ૩૨.૮૫ ટકા છે. અત્યારે આંતરરાષ્ટ્ર્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ૭૩ ડોલર પ્રતિ બેરલની નીચે ૭૨.૮૫ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. યારે ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ ૭૦ ડોલરની નીચે ૬૮.૬૮ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. એટલે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો થયો હોવા છતાં સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલના મોંઘા ભાવથી કોઈ રાહત મળી નથી. તમને જણાવી દઈએ કે દેશમાં મોંઘવારી અને ખાસ કરીને ખાધપદાર્થેાના મોંઘવારી વધારવામાં મોંઘા ડીઝલનો પણ મોટો ફાળો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મનપા સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઈ, 24 લાખથી વધુના વિકાસ કામો મંજૂર
November 28, 2024 01:07 PMજામનગરમાં ખુલ્લા પ્લોટ પર કબજો, લેન્ડ ગ્રેબિંગની નોંધાઈ ફરિયાદ
November 28, 2024 12:45 PMજામનગરના રણજીત સાગર રોડ પર મનપા ટીમે ઝાડ કટીંગની કામગીરી, રોડ ગૌરવ પથ જાહેર થયા બાદ કામગીરી શરૂ
November 28, 2024 12:33 PMશું ક્યારેય વિચાર્યું છે કે હિન્દી ડાબેથી જમણે અને ઉર્દૂ જમણેથી ડાબે કેમ લખાય છે?
November 28, 2024 12:29 PMધ્રોલના હરિપુર નજીક બે કાર વચ્ચેની ટક્કરમાં ત્રણને ઇજા
November 28, 2024 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech