હાલ રાજકોટમાં રહેતી મૂળ ગીરસોમનાથ પંથકની વતની 23 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી કલ્પેશ નામનો શખસ બસ સ્ટેન્ડ પાસે આવેલી હોટલ નોવામાં લઇ જઇ તેના પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં નહીં કરી યુવતીને જ્ઞાતિ અંગે અપમાનિત કરી તેને ધમકી આપતા અંતે આ મામલે યુવતીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને ધમકી અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,હાલ રાજકોટમાં રહેતી મૂળ ગીર સોમનાથ જિલ્લાની વતની 23 વર્ષીય યુવતીએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કલ્પેશ નામના શખસનું નામ આપ્યું છે.જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 376(2),એન,506(2) અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
યુવતીની ફરિયાદને ટાંકી પોલીસે જણાવેલી હકિકત મૂજબ યુવતી દોઢ માસ પૂર્વે તેની સહેલી સાથે રેસકોર્સ રિંગરોડ પર આવેલી હોટલમાં જમવા માટે ગઇ હતી.ત્યારે આરોપી પણ અહીં તેના મિત્ર સાથે જમવા આવ્યો હતો.દરમિયાન બંને વચ્ચે પરીચય થયો હતો અને એકબીજાના ફોન નંબરની આપલે થઇ હતી.ત્યારબાદ બન્ને વાતચીત કરતા હતાં.જેથી પરીચય વધુ ગાઢ બન્યો હતો બંને વચ્ચે મુલાકાત પણ થવા લાગી હતી.
આરોપી કલ્પેશે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી બાદમાં શહેરના એસ.ટી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલ નોવામાં લઇ ગયો હતો.અહીં ફરી લગ્ન કરવાનો વાયદો આપી યુવતી પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં યુવતી આરોપીને લગ્નનું કહેતા તે વાયદાઓ આપ્યે રાખતો હતો પણ લગ્ન માટે કોઇ સ્પષ્ટ વાત કહેતો ન હતો.જેથી યુવતીએ આ બાબતે પુછતા આરોપી કલ્પેશે પોતાનો અસલ ચહેરો બતાવી યુવતીને લગ્નની ના કહી દીધી હતી.એટલું જ નહીં તેને જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ અંગે અપમાનજન શબ્દો કહ્યા હતાં.જેથી યુવતીએ આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવની વધુ તપાસ એસીપી બી.જે.ચૌધરી ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech