રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતી યુવતી રાત્રીના ઘરના ઉપરના માળે આવેલા મમાં પથારી કરી રહી હતી ત્યારે તેની શેરીમાં રહેતો શખસ અહીં અગાશી પરથી તેના મમાં આવી જઇ તેની હાથ પડકી છેડતી કરી હતી.યુવતીએ દેકારો કરતા ભાગવા જતા આ શખસ સીડી પરથી પટકાયો હતો જેમાં તેને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવાયો છે.બનાવ અંગે યુવતીની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લઇ જરી કાર્યવાહી કરી હતી.
રૈયાધાર વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેની જ શેરીમાં રહેતા નિલેશ કિશનભાઇ દેવગણીયાનું નામ આપ્યું છે.યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલ રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ પરીવારજનો ઘરે હતા ત્યારે તે તથા તેનો નાનો ભાઈ બન્ને જમીને ઘરના પહેલા માળે સુવા માટે ગયા હતા અને તેણી મમા પથારી કરતી હતી ત્યારે શેરીમા રહેતો નીલેષભાઈ દેવગણીયા જે યુવતીના મકાનની અગાસીએથી પહેલા માળના મ પાસે આવી તેણીનો હાથ પકડી છેડતી કરવા લાગ્યો હતો.જેથી યુવતી ડરી જતા રાડારાડી કરવા લાગતા નીલેશે કહ્યું હતું કે, રાડારાડી કરીશ તો જાનથી મારી નાખીશ છતા યુવતીએ રાડારાડી કરતા નીલેશભાઇ અગાશીની સીડીએથી ભાગવા માટે ઉપર ચડવા જતા સીડીએથી પટકાયો હતો.
એટલીવારમા યુવતીના માતાપિતા તથા પાડોશીઓ ભેગા થઈ જતા યુવતીએ માતાપિતાને બનાવની વાત કરી કે મારા પપ્પા તથા નીલેશભાઇ વચ્ચે જપાજપી થઈ હતી.બાદમા ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસની ગાડી બોલાવી હતી અને બાદમા નિલેશને સારવાર માટે સિવિલમાં લઇ ગયા બાદ યુવતી પરિવાર સાથે યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૫૪,૪૫૨, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech