અનેક લોકોને કસરત અને કુસ્તીના દાવ શીખવ્યા હતા
વર્તમાન સમયમાં હવે જ્યારે લોકો યોગ અને કસરતનું મહત્વ સમજી રહ્યા છે, ત્યારે દાયકાઓ અગાઉ કસરત અને કુસ્તી કરવા ઉપર ભાર મૂકીને નિરોગી જીવન જીવવાના આગ્રહી એવા જયેષ્ઠારામ બાપુ (ગુરુજી)નું મંગળવારે તેમના જન્મદિવસ નિમિત્તે ગાર્ડન ગ્રુપ દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
દાયકાઓ સુધી ખંભાળિયાના અનેક યુવાઓને કુસ્તીના દાવપેચ અને વિવિધ પ્રકારની કસરત શીખવતા શ્રી જયેષ્ઠારામ બાપુ (ગુરુજી) દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે પોતાનું સંપૂર્ણ જીવન લોકોની કસરત અને લોકો નિરોગી રહે તે માટે ખર્ચી નાખનારા શ્રી જયેષ્ઠારામ બાપુનો ગઈકાલે 84 મો જન્મદિવસ હોવાથી અહીંના ગાર્ડન ગ્રુપ દ્વારા તેમનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે લોકો કાયમી રીતે કસરત કરી અને નિરોગી રહે તે અંગેની જરૂરી સૂચનાઓ પણ તેમણે આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૦૦ એસી સહિત ૨૦૬૩ નવી એસટી બસ આવશે; રાજકોટને ૧૫૦ ફાળવશે
May 14, 2025 12:37 PMલાલપુરમાં રહેતા શ્રમિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
May 14, 2025 12:34 PMજામનગરમાં રીક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
May 14, 2025 12:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech