શહેરમાં એસટી બસપોર્ટ પર ભીડનો લાભ લઇ મુસાફરોના ખિસ્સા હળવા થવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. ત્યારે એસટી બસપોર્પ પર તાજેતરમાં જ એક વયોવૃધ્ધ મહિલા મુસાફરનું બે તોલાનું મંગળસૂત્ર ચોરી થયાની ઘટના બની હતી. જેને લઇ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી દાહોદ પંથકની ટોળકીને ઝડપી લીધી છે. જેમાં બે મહિલા અને બે સગીરાઓનો સમાવેશ થાય છે. પોલીસે આ ટોળકી પાસેથી પિયા એક લાખની કિંમતનું મંગળસૂત્ર કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ ૪૩ ના બપોરના સમયે એસટી બસપોર્ટ પર બસમાં ચડતી વેળાએ મહિલા મુસાફરનું બે તોલાનું મંગળસૂત્ર કે જે પાકીટમાં રાખ્યું હોય તેની ચોરી થઈ ગઈ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પીઆઈ આર.જી.બારોટની રાહબરી હેઠળ ડી સ્ટાફે આ બનાવવાનો ભેદ ઉકેલવા એસ.ટી બસપોર્ટ પર લગાવેલા સીસીટીવી ફટેજ ચેક કરી મહિલાઓની ઓળખ મેળવી તપાસ આગળ ધપાવી હતી.
દરમિયાન એએસઆઈ એમ.વી.લુવા, કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસે વયોવૃધ્ધ મહિલાના મંગળસૂત્રની ચોરી કરનાર આ ટોળકીને પાસેથી ઝડપી લીધી હતી. જેમાં મંગીબેન જીમાલભાઈ ભાભોર (ઉ.વ ૪૦ રહે. મોટી ખરજ તા. દાહોદ) મીરા આકાશભાઈ મેડા (ઉ.વ ૨૫ રહે ભીમ ફળિયા જાંબુવા, મધ્ય પ્રદેશ) અને બે સગીરાઓનો સમાવેશ થાય છે. પોલીસે આ ટોળકી પાસેથી સોનાનું મંગળસૂત્ર કબજે કયુ હતું. આરોપીઓ પૈકી મંગી ભાભોર અગાઉ સુરેન્દ્રનગર માં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકી હોવાનું માલુમ પડું છે
મહાશિવરાત્રી અને લગ્ન ગાળાને લઇ ભીડ હોવાથી ટોળકી અહીં આવી હતી
પોલીસે જણાવ્યું હતું કે, દાહોદ અને મધ્યપ્રદેશમાં રહેતી આ મહિલાઓ હાલ મહાશિવરાત્રી પર્વ હોય તેમજ લસરાની સિઝન ચાલતી હોય જેથી રાજકોટ એસ.ટી બસપોર્ટ પર મુસાફરોનો ઘસારો રહેતો હોય છે. આ ભીડમાં નજર ચૂકવી રોકડ રકમ અને ઘરેણા તફડાવી લેવા સરળ રહેતું હોય જેથી આ ટોળકી છેલ્લા થોડા દિવસોથી અહીં એસટી બસપોર્ટ પર આંટાફેરા કરતી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech