શાપરમાં પેટ્રોલ પંપ સંચાલકને રસ્તામાં આંતરી છરી બતાવી રોકડ .૧.૦૫ લાખ,એકટિવા અને મોબાઇલ ફોનની લુંટ ચલાવામાં આવી હતી.શાપર પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજીની ટીમે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આ લુંટનો ભેદ ઉકેલી નાખી પપં કર્મી સહિત ચારને ઝડપી લીધા હતાં.જેમાં બે સગીરનો પણ સમાવેશ થાય છે.પોલીસે તેમની પાસેથી લુંટનો તમામ મુદામાલ ઉપરાંત કાર કબજે કરી હતી.પંપમાં કામ કરતા શખસે જ મિત્રોને લુંટ અંગે ટીપ આપી હતી.
કાંગશિયાળીમાં એકલાન્ટીસ એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ રોડ પર ઓમ પેટ્રોલિયમ નામનો ભાગીદારીમાં પેટ્રોલ પપં ચલાવનાર હર્ષદભાઈ હરિભાઈ કાલરીયા (ઉ.વ ૫૬) શનિવારે રાત્રિના નવેક વાગ્યે આસપાસ પેટ્રોલ પંપથી હિસાબની રકમ લઇ પોતાના એકટીવા પર જઈ રહ્યા હતા ત્યારે શાપર વેરાવળમાં જ એકટીવા પર ધસી આવેલા ત્રણ શખસોએ પેટ્રોલ પપં સંચાલકના એકટીવા આગળ પોતાનું એકટીવા આડુ નથી છરી બતાવી ધમકી આપી એકટીવા તથા તેની ડેકીમાં રાખેલા રોકડ પિયા ૧.૦૫ લાખ અને મોબાઇલની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
લૂંટની આ ઘટનાને લઇ સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમો તપાસમાં લાગી હતી. દરમિયાન પોલીસે ગોંડલ રોડ પર સ્વીફટ કારમાંથી શાહખ અકબરઅલી અંસારી(ઉ.વ ૨૨ રહે. પ્રણામી ચોક, રાજકોટ) અને રાહીલ હમીરભાઇ નારેજા (ઉ.વ ૧૯ રહે. રસુલપરા શેરી નંબર ૧૭, કોઠારીયા) તેમજ બે સગીરને ઝડપી લઇ લૂંટના આ બનાવવાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ પૈકી રાહીલ નારેજા અહીં પંપમાં જ નોકરી કરતો હોય તેણે લૂંટ અંગે ટીપ આપી હતી. જેના આધારે આરોપી શાહખ અને બે સગીરે એકટીવા પર જઈ આ લૂંટ ચલાવી હતી. બાદમાં આ તમામ આરોપીઓ કારમાં જતા હતા દરમિયાન પોલીસે તેમને ઝડપી લઈ તેમની પાસેથી રોકડ પિયા ૧.૦૫ લાખ એકટીવા અને મોબાઈલ તેમજ ગુનામાં ઉપયોગમાં લીધેલ આ કાર પણ કબજે લીધી હતી.
આ કામગીરીમાં ગ્રામ્ય એલસીબી પાઆઇ વી.વી.ઓડેદરા પીએસઆઇ એચ.સી.ગોહિલ, એસઓજીના પીઆઇ એફ.એ.પારગી,પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણા અને પીએસઆઇ જી.બી.જાડેજા તથા સ્ટાફ તપાસમાં સાથે રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech